ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શોએબ અખ્તરનું નિવેદન ‘BCCI નહીં, પરંતુ BJP સરકાર…’

શોએબ અખ્તર-  ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. PCB અને BCCI વચ્ચે વાતચીત ચાલી રહી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. સાથે જ PCB પણ પોતાની જીદ પર અડગ છે. પાકિસ્તાન બોર્ડના જણાવ્યા અનુસાર, કોઈપણ સંજોગોમાં આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં જ થશે. આ દરમિયાન આગામી વર્ષની ટૂર્નામેન્ટને લઈને શોએબ અખ્તરનું સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે.

શોએબ અખ્તર નું મોટું નિવેદન
પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા શોએબ અખ્તરે કહ્યું, “ભારતીય ટીમનું પાકિસ્તાન આવવું સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. બીસીસીઆઈને આની સાથે કોઈ લેવાદેવા નથી. બધું ભાજપ સરકાર પર નિર્ભર છે. તે આ અંગે નિર્ણય લેશે. આપણે ઉકેલો તરફ જોવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે ICC ને 95-98 ટકા સ્પોન્સરશિપ ફક્ત ભારત તરફથી મળે છે. જો પાકિસ્તાન ભારતને અહીં આવવા માટે મનાવવામાં નિષ્ફળ જશે તો બે વસ્તુઓ થશે.

ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે આગળ કહ્યું, “પાકિસ્તાનને સ્પોન્સરશિપથી અંદાજે $100 મિલિયનનું નુકસાન થશે. ICC તે પૈસા તે દેશને આપશે જે ટૂર્નામેન્ટનું આયોજન કરશે. બીજી વાત એ છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં આવીને રમે તો શ્રેષ્ઠ રહેશે. પરંતુ આ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહેશે. બીસીસીઆઈની આમાં કોઈ ભૂમિકા નથી.

ભારતને પણ હોસ્ટિંગ મળી શકે છે
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જો પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી જાય છે તો ભારતને પણ ટૂર્નામેન્ટની યજમાની મળી શકે છે. પીસીબીએ ધમકી આપી છે કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો તેઓ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે. એવા પણ અહેવાલ છે કે ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં પણ શિફ્ટ થઈ શકે છે. BCCIનું કહેવું છે કે તે તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ UAEમાં રમવા માટે તૈયાર છે. જોકે, પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે તે એશિયા કપ જેવા હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે કોઈપણ કિંમતે તૈયાર નથી.

આ પણ વાંચો-હાર્દિક પંડ્યા ફરી બન્યો T20નો નંબર-1 ઓલરાઉન્ડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *