સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હફસા સ્કૂલ :  સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
હફસા સ્કૂલ:  નોંધનીય છે કેહફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ 25 ઓગસ્ટ, 2025ના રોજ વિધાનસભાની મુલાકાત લીધી હતી, જ્યારે હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ 28 ઓગસ્ટ, 2025ના રોજ આ મુલાકાત લીધી. આ ઉપરાંત, જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટના મદ્રેસામાં હાફિજ, કારી અને આલીમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જે સાથે સામાન્ય શૈક્ષણિક અભ્યાસ પણ કરે છે, તેઓએ પણ આ મુલાકાતમાં ભાગ લીધો હતો. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની કામગીરી, ધારાસભ્યો અને મંત્રીઓના કાર્યસ્થળ અને તેમની કામગીરીની રીતો વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી.
આ શૈક્ષણિક પ્રવાસ હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વહીવટદાર જાવેદ શેખ, સાથે ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ નીલમ મીરા અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના રમીઝ સરના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ રાજ્ય વહીવટની પ્રક્રિયા અને સરકારના કાર્યોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું, જે તેમના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ જ લાભદાયી રહ્યું.
આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ  રાજ્ય વહીવટની પ્રક્રિયા સમજી સાથે સરકારી તંત્રના વ્યવહારિક પાસાઓ અને નીતિ-નિર્માણની પ્રક્રિયા વિશે પણ ઊંડી સમજ મેળવી, જે તેમના શૈક્ષણિક અને સામાજિક જ્ઞાનમાં વધારો કરશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *