ડૉ. ફારૂક પટેલ ના સફળતાના મંત્રથી આજના યુવાનો ઘણું શીખી શકે છે. સફળતાએ તમારા જીવનમાં નિર્ધારિત લક્ષ્યોની સિદ્ધિ છે, પરંતુ નિષ્ફળતા પણ આ સફરમાં મહત્વનો ભાગ ભજવે છે. નિષ્ફળતા આપણને સમજવાની તક આપે છે કે શું કામ કર્યું અને શું નહીં. ડૉ. ફારુક ગુલામ પટેલની સંઘર્ષગાથા એ વાતનો પુરાવો છે કે આપણે આપણાં સપનાં પૂરાં કરવા માટે ક્યારેય હાર ન માનવી જોઈએ.નિષ્ફળતા આપણને મજબૂત બનાવે છે અને આગળ વધવાની પ્રેરણા આપે છે. તે અમને અમારા લક્ષ્યોને ફરીથી નિર્ધારિત કરવામાં મદદ કરે છે.
ગુજરાતના ઉધોગપતિ ડૉ. ફારૂક પટેલની જિંદગીથી યુવાનો જીવનના અમૂલ્ય પાઠ શીખી શકે છે . તેમના જીવનમાંથી એ શીખવા મળે કેઆપણે આપણા સપનાને સાકાર કરવા માટે ક્યારેય હાર ન માનવી જોઈએ. અને જિંદગીની સફરમાં જો નિષ્ફળતા મળે તો તેમાથી કંઇ શીખીને આગળ વધવાની તૈયારી કરવાની. ડૉ. ફારૂક પટેલ ની જિંદગીમાં પણ અનેક પડકારો હતા તેઓ નાસીપાસ થયા વગર હિંમત રાખીને તેમના સપના પૂરા કર્યા. ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતાં અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે નીતિ અને મૂલ્યોને તરછોડ્યા નહીં, ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખીને આકરી મહેનત કરીને પોતાના સપના સાકાર કર્યા.
ડૉ.ફારુક પટેલ બ્રાન્ડ નેમ – KP ગ્રુપ હેઠળ સુરત સ્થિત સાત કંપનીઓના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેમાં બે પબ્લિક લિસ્ટેડ રિન્યુએબલ એનર્જી કંપનીઓનો સમાવેશ થાય છે. ડૉ. પટેલ ખૂબ જ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તે ભરૂચના સલાદરા ગામના વતની છે. 24 માર્ચ, 1972ના રોજ જન્મેલા ડૉ. પટેલે 25 વર્ષ પહેલા 1 લાખની મૂડીથી ધંધો શરૂ કર્યો હતો.તેમના પિતા શ્રી. ગુલામ અલી પટેલ બસ કંડક્ટર હતા,
ડૉ. ફારૂક પટેલ ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો હતો. તે ડૉ. પટેલના દૂરંદેશી વિચાર અને અથાક પ્રયાસોથી કંપનીને આજે કરોડોના સામ્રાજયમાં વિસ્તરણ પામી છે, એકલા બે લિસ્ટેડ એન્ટિટી – સોલાર પાવર ડેવલપર કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ ડેવલપર કેપી એનર્જી લિ આજે વિશ્વ ફલક પર પહોંચી ગઇ છે.
સફળતાની સફર
ડૉ ફારુક પટેલે ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી વર્ષ 1994માં કેપી નામથી કંપની શરૂ કરી.
ફર્મે બાંધકામ કોન્ટ્રાક્ટના વ્યવસાયથી શરૂઆત કરી હતી, અને બાદમાં પેરેન્ટ કંપની કેપી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ મોબાઇલ ફોન ટાવર ઇન્સ્ટોલ કરવાનું સાહસ કર્યું હતું.
કંપનીએ સમગ્ર ભારતમાં 16 રાજ્યોમાં સેંકડો પ્રોજેક્ટ્સનો અમલ કર્યો.
2008માં ડૉ ફારુક પટેલે સોલાર પાવર બિઝનેસ KPI ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (KPIGIL)ની સ્થાપના કરીને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સાહસ કર્યું.
2010 માં, કંપનીએ કેપી એનર્જી લિમિટેડની શરૂઆત કરી, જે પવન ઊર્જા સાથે કામ કરતી હતી.
KPIGIL પાસે અત્યાર સુધીમાં ભરૂચના સુડી, ભીમપુરા અને તંછા ગામોમાં 70 મેગાવોટથી વધુના સોલાર પાવર પ્રોજેક્ટ છે, જ્યારે અન્ય 36 મેગાવોટના પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે જે અમલીકરણ અથવા આયોજનના તબક્કામાં છે.
ડૉ ફારુક પટેલે 2025 સુધીમાં 1,000 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકસાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે.
સફળતાના મંત્ર વિશે વાત કરતાં ડૉ ફારૂક પટેલ કહે છે કે મેં હંમેશા મારા માટે ઉચ્ચ લક્ષ્યો નક્કી કર્યા છે, અને તેમને હાંસલ કરવા માટે સખત મહેનત કરી છે, જેણે મને અન્ય લોકોથી અલગ રીતે વિચારવામાં મદદ કરી છે .હું આજે પણ એટલી જ મહેનત કરું છું જેટલી મેં 1994માં કરી હતી. અલબત્ત, છેલ્લા 25 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ આનાથી મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવાની મારી હિંમત મારી ટીમ છે, જેનાથી આત્મવિશ્વાસઉદભવે છે . હું માનું છું કે જો તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો અને મહેનત કરતા રહો તો સફળતા તમારી જ હશે.સફળતા તમારા કદમ ચૂમશે.
ડૉ ફારૂક પટેલ જણાવે છે કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે કે, બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત સામાન્ય જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો.
આ પણ વાંચો – Apple લાવી રહ્યું છે નવું Mac અને iPad, જાણો ફીચર્સ તમને મળશે કંઈ ખાસ