બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન

અમદાવાદમાં ચંડોળા બાદ બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન,450થી વધુ મકાનો તોડાયા

 બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ…

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન, બે લોકોના મોત

ગુજરાતમાં કમોસમી વરસાદ – ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, જેના કારણે મહીસાગર અને અમદાવાદમાં મકાનો ધરાશાયી થયા અને બે લોકોના મોત થયા. આ કમોસમી વરસાદે રાજ્યભરમાં નુકસાન પહોંચાડ્યું, જેમાં વૃક્ષો ધરાશાયી થયા અને કાચા મકાનોના છાપરાને નુકસાન થયું. મહીસાગરમાં વૃદ્ધનું મોત ગુજરાતમાં કમોસમી વરસાદ- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ…

Read More

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજા ભવ્ય સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન,રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે સર્વધર્મ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આ ઉમદા સામાજિક પહેલ હેઠળ સર્વધર્મ સમૂહ લગ્ન 2025નું આયોજન 20 ઓક્ટોબર, 2025ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને મર્યાદિત જોડા લેવાના હોવાથી, રસ ધરાવતા યુગલોએ…

Read More

ગેરકાયદેસર બાંગ્લાદેશી કેસમાં ખુલાસો, સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર બનાવ્યા નકલી ડોક્યુમેન્ટ!

બાંગ્લાદેશી નકલી ડોક્યુમેન્ટ – અમદાવાદમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે સ્થાનિક કોર્પોરેટરોના લેટરપેડનો ઉપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. ATSએ આ મામલે રાણા સરકાર નામના એક ગેરકાયદેસર બાંગ્લાદેશી અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે, જેઓ નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ…

Read More
જામિયા ઇબ્ને અબ્બાસ

જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાના વિદ્યાર્થીઓ ધોરણ 10માં ઝળક્યા

જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ વર્ષે મદ્રસાના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ મદ્રસા માત્ર ઇસ્લામિક તાલીમ જ નહીં, પરંતુ આધુનિક શૈક્ષણિક અભ્યાસનું પણ કેન્દ્ર બની રહ્યું છે, જે વિદ્યાર્થીઓને દીની અને દુનિયવી શિક્ષણનું સંપૂર્ણ સંતુલન પૂરું પાડે…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ: હિન્દુ મહાસંગઠના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ સ્વેચ્છાએ દુકાન બંધ રાખીને રેલીમાં જોડાયા

પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ…

Read More

અમદાવાદમાં AMC લગાવશે 2,500 નવા CCTV કેમેરા,શહેરની સુરક્ષા વધુ મજબૂત માટે લીધો નિર્ણય

અમદાવાદ શહેરમાં જાહેર સલામતી અને આરોગ્યસંભાળ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે યોજાઈ હતી. બેઠકમાં અનેક વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં નવા CCTV કેમેરા લગાવવાનો નિર્ણય, હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો અભિગમ અને અંગદાન અંગે જાગૃતિ ઝુંબેશનો સમાવેશ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે શહેરમાં 2,500…

Read More

Fake Allotment Letters : ચાંદલોડિયામાં PM આવાસ કૌભાંડ: 21 મકાન નકલી પત્રથી ફાળવાયા

Fake Allotment Letters : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં બે આરોપીઓએ નકલી એલોટમેન્ટ લેટરો તૈયાર કરી, લોકોને 50-50 હજાર રૂપિયા લઈને મકાનો ફાળવી આપ્યાં હતા. સમગ્ર બનાવ બહાર આવતા AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી પત્રોથી મકાનની…

Read More

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર

ગુજરાતમાં તીવ્ર ગરમીની ઋતુ શરૂ થઈ છે, અને રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવે આગલા દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવાનો રહેશે. 4 એપ્રિલ, શુક્રવારે, રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. હીટવેવની અસરથી, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર થયું છે, જે ગત વર્ષના એપ્રિલની સરખામણીએ એક અઠવાડિયા વહેલું…

Read More