મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ
પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને …