ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ આપેરશન હાથ ધરાયું

ગાંધીનગરના રાયસનમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી મળ્યા બાદ ઇન્ફોસિટીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ સ્કવોડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેના કારણે નેશનલ લો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં…

Read More

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં ભારે બબાલ, બહરાઈચમાં યુવકની હિંસા બાદ તણાવભરી સ્થિતિ,જાણો ઇનસાઇડ સ્ટોરી

 દુર્ગા મૂર્તિ વિસર્જન    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી, મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દાઉદના નકશે-કદમ પર, આ ફેમસ લોકોની ગેંગે કરી છે હત્યા,જાણો

  લોરેન્સ બિશ્નોઈ ગેંગ : એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાકાંડમાં સામેલ 3માંથી 2 શૂટરની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજા ફરાર શૂટરને શોધવા માટે મુંબઈ પોલીસે 3 ટીમો બનાવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ અંગે સોશિયલ મીડિયા…

Read More

બાબા સિદ્દીકીની હત્યા કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, બે આરોપી ઝડપાયા

NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકી ની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા પૂર્વ વિસ્તારમાં હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમની છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે…

Read More

ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત! છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીના આંકડા ચોંકાવનારા

  દીકરીઓ કેટલી સુરક્ષિત ગુજરાત અને દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી હતી. પરંતુ, હાલ રાજ્યમાં દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાન બની રહી છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી…

Read More
ચાણક્યપુરી વિસ્તાર

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક

 અમદાવાદમાં  રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા…

Read More

રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ,…

Read More

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો,આગચંપી અને વાહનોમાં તોડફોડ, પોલીસ એલર્ટ

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ વધુ વણસી હતી. બે જૂથો વચ્ચે મારામારી બાદ આગચંપી અને વાહનોની તોડફોડના બનાવો બન્યા હતા. વધારાના પોલીસ દળોને તૈનાત કરીને સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. માંડ્યા  નાગમંગલા વિસ્તારની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના મંડ્યા જિલ્લાના નાગમંગલા…

Read More

સુરતમાં ગણપતિના પંડાલ પર મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરતા મોટી બબાલ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

સુરતમાં ગણપતિના પંડાલ:  હાલમાં ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો આસ્થા સાથે બાપ્પાની સ્થાપના કરી આ ઉત્સવને માણી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક જગ્યાએ અઘટિત ઘટનાઓ પણ ઘટતી હોય છે.ગુજરાતના  સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતમાં ગણપતિના પંડાલ:  સુરતના અસમાજિક તત્વો ગણપતિના પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જેના…

Read More