
ગુજરાત સરકારે લીધા મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને સામાન્ય નાગરિકોની સુગમતા માટે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આથી ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા-રોજગાર અને અફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યમાં ખેતી માટે સત્તાપ્રકારની…