
નિવૃત શિક્ષક મહેબૂબઅલી સૈયદનું અવસાન:અનેક ભાષામાં રચ્યા શબ્દચિત્રો
આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા…