હાડગુડ ગામે સૂફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે)નો ભવ્ય ઉર્સ ઉજવાયો

આણંદ નજીક હાડગુડ ગામ ખાતે સુફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે.)ના કોમી એકતાના પ્રતિક રૂપે ઉર્સ મુબારકનો પ્રસંગ ધામધૂમ અને ઉત્સાહભર્યો રીતે ઉજવવામાં આવ્યો. સંદલ મુબારકની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં અકિદતમંદો ઝુલુસમાં જોડાયા અને મજાર પર આવીને વિશ્વ શાંતી અને દેશની પ્રગતિ માટે દુઆઓ કરી.સંદલ મુબારકની ઉજવણી બાદ શુક્રવારે શાનદાર સૂફી કલામ કવ્વાલીનો પ્રોગ્રામ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં જાણીતા કવ્વાલ અનિશ નવાબ એ મહેફિલની જમાવટ કરીને સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

રમઝાન ઈદ પછી હાડગુડ ખાતે બે દિવસીય ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી, જેમાં સંદલ શરીફ ઝુલુસ સાથે શરૂ થયો. જમા મસ્જીદથી ગાદી શરીફ અને અલમ સાથે ઝુલુસનું પ્રસ્થાન થયું, અને અકિદતમંદો ફુલોની ચાદરો અને ગલેફ મુબારક સાથે ઝુલુસમાં જોડાયા. આ ઝુલુસ માર્ગો પર ફરતા, સંદલ સાથે હઝરત કમાલુદ્દીન બાવાનાં આસ્તાનાં પર પહોંચી ગયો, જ્યાં ગલેફ મુબારક અને ફુલોની ચાદર પેશ કરવામાં આવી. ત્યારબાદ, વિશ્વ શાંતી અને કોમી એખલાસ માટે દુઆઓ કરવામાં આવી હતી.

ઉર્સ કમિટી દ્વારા તમામ ધર્મો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો તેમજ બહારગામથી આવેલા અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો હતો. જયારે ગામનાં તમામ હિંદુ બિરાદરો માટે પણ અલગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ નિમિતેઆસપાસનાંઆણંદ,બોરસદ,નાપાડ,નાપા,પેટલાદ,ખંભાત,ઉમરેઠ,તારાપુર,સોજીત્રા,કલામસર,વડોદરા,અમદાવાદ,નડીયાદ સહીત શહેરો અને ગામનાં શ્રદ્વાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

હાડગુડ ઉર્સ કમિટીનાં સભ્ય સિકંદરખાન પઠાણ,(વાયરમેન) મુસ્તાકઅલી સૈયદ,,હાજી આયતુલ્લા સૈયદ,,હાજીઅલી સૈયદ ,સમીર વાયરમેન સહીતના અગ્રણીઓ દ્વારા સમગ્ર ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.બાપુ ગ્રૂપ, લસ્કરી ગૃપ,પાણી ગ્રૂપ તેમજ ગામનાં તમામ યુવાનોએ ઉર્સ મુબારક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *