Petlad JOSH Team Launch

પેટલાદમાં TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH જોઇન્ટ સ્કવાડ ફોર હેલ્થ ટીમનો શુભારંભ

Petlad JOSH Team Launch  આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જિલ્લા ટીબી કેન્દ્ર ખાતે આજે તા. 08 ઓક્ટોબર 2026ના રોજ TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત JOSH (જોઇન્ટ સ્કવાડ ફોર હેલ્થ) ટીમનો શુભ આરંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ TB નિવારણ અને જાગૃતિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે. Petlad JOSH Team Launch TB Championsનું સન્માન આ પ્રસંગે…

Read More
SS Hospital Petlad

પેટલાદ એસ.એસ. હોસ્પિટલને NBEMS ની માન્યતા, શરૂ થશે Post MBBS ડિપ્લોમા કોર્સ

 SS Hospital Petlad આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી એસ.એસ. હોસ્પિટલને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS), નવી દિલ્હી દ્વારા Post MBBS ડિપ્લોમા કોર્સ ચલાવવા માટે સત્તાવાર માન્યતા (Grant of Accreditation) આપવામાં આવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ સાથે એસ.એસ. હોસ્પિટલ પેટલાદ આવી માન્યતા પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લાની પ્રથમ હોસ્પિટલ બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે….

Read More
Cleanliness Drive

કરમસદ-આણંદ: ગણેશ વિસર્જન બાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન

Cleanliness Drive કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી સંપન્ન થયા બાદ તરત જ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જવાબદારીપૂર્વકની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસર્જન સ્થળો અને તળાવ પરિસરમાં એકત્રિત થયેલા કચરાના ત્વરિત નિકાલ માટે પર્યાવરણની જાળવણી સાથે શહેરની સ્વચ્છતા પણ અકબંધ રહે તે માટે મહાનગરપાલિકાની સફાઈ ટીમ તરત જ કાર્યરત થઈ ગઈ…

Read More
Anand former RAC Ketaki Vyas

આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકીબેન વ્યાસને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત હટાવી

Anand former RAC Ketaki Vyas આણંદ જિલ્લા કલેક્ટર કચેરીમાં તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવતા શ્રીમતી કેતકીબેન વ્યાસ સામેના વિવાદાસ્પદ ગુના સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી કેતકીબેન વ્યાસ દ્વારા કેસમાંથી મુક્ત (Discharge) થવા માટે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પીટિશનનો ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિકાલ કરવામાં…

Read More
Gambhira Bridge Project

આણંદના આંકલાવમાં નવનિર્મિત ગંભીરા બ્રિજ તૈયાર: 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ!

Gambhira Bridge Project આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી…

Read More

આણંદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત, પોલીસ પર હુમલો કર્યા બાદ કાર્યવાહી

Anand Encounter : આણંદ જિલ્લામાં બાળકીના અપહરણ અને નિર્મમ હત્યાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી, જે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો, તેનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. આ ઘટના વાસદ નજીક બની હતી, જ્યાં આરોપીએ પોલીસ ટુકડી પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે વળતો જવાબ આપતા આરોપી…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 9મો ઈનામ વિતરણ સમારોહ સંપન્ન: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

Muslim Seva Samaj Function મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (Madhya Gujarat Muslim Seva Samaj) દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે 9મા ઈનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર સહિત 8 જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. Muslim Seva Samaj Function : અગ્રણીઓની ઉપસ્થિતિ અને આશીર્વચન કાર્યક્રમની…

Read More

આણંદ બાળ સુરક્ષા ગૃહમાં નોકરીની ઉત્તમ તક, મોકો ન ચૂકશો

Anand Child Protection Home  : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે બેરોજગારી ઘટાડવા માટે અસરકારક પગલા લઇ રહી છે અને રાજ્યના સરકારી અને અર્ધસરકારી વિભાગો સહિત નિગમોમાં ભરતીની જાહેરાત બહાર પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી…

Read More
મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આણંદના બોરસદમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ જોવા મળી રહ્યું છે.  છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર  સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ…

Read More