મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 9મો ઈનામ વિતરણ સમારોહ સંપન્ન: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

Muslim Seva Samaj Function મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (Madhya Gujarat Muslim Seva Samaj) દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે 9મા ઈનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર સહિત 8 જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

Muslim Seva Samaj Function : અગ્રણીઓની ઉપસ્થિતિ અને આશીર્વચન

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન (Tilawat-e-Quran) થી કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં અધ્યક્ષ સ્થાને પીરે તરીકત કદીર પીરઝાદા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડતાલ મંદિરના સ્વામીના પ્રતિનિધિ ડો. ભાવિન પરીખે આશિર્વચન પાઠવતા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. સંસ્થાના પ્રમુખ કરીમભાઈ મલેકે સ્વાગત પ્રવચન કરી તમામ આમંત્રિતોનું અભિવાદન કર્યું હતું.  સંસ્થાના પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે   આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપી તેમને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવવાનો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યેની જે એકતા દર્શાવી છે, તે ખરેખર પ્રશંસનીય છે.

આ અવસરે એડવોકેટ શાહ નવાઝ ખાન, ઈકબાલભાઈ પોચા, રફીકભાઈ તીજોરીવાલા, સમીરભાઈ શેખ, મુસ્તાકભાઈ શેખ, લાલુ સૈયદ, અશગરભાઈ શેખ, તોરેખાન પઠાણ, મુન્નાભાઈ સંધાણા, બદરુદ્દીન મલેક ધામતવણ, ઐયુબખાન પઠાણ અને ઈદરીશભાઈ દવાવાલા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા નસરુદ્દીન રાઠોડ, સિરાજભાઈ કુરેશી અને કાદરી સાહેબ સહિત ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સફળ આયોજન અને લોકસમર્થન

તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ગિફ્ટ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ 9મા કાર્યક્રમની વિશેષતા તેની અલગ અને આકર્ષક શૈલી હતી. ગમે તેવા વિરોધના વંટોળ છતાં, હજારોની સંખ્યામાં લોકોની હાજરી આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પૂરે છે. ખાસ કરીને ખેડા જિલ્લાના આગેવાનો અને લોકોની ઉપસ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી.

હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ માટે બંને સમયના ભોજન તેમજ ચા-પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આણંદના પ્રમુખ અસીમ ખેડાવાળાએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અંતમાં ઈકબાલભાઈ પોચા દ્વારા આભાર વિધિ (Vote of thanks) કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સામાજિક એકતાનો સંદેશ ફેલાવવામાં આ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મધરાત સુધી અતિભારે વરસાદની ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *