
નસરાલ્લાહના ખાત્મા પછી હિઝબુલ્લાને મળ્યો નવો ચીફ , નઈમ કાસિમને સોંપાઇ કમાન!
ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, હસન નસરાલ્લાહને ખતમ કર્યા પછી, હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે, નઇમ કાસિમને સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા. હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે….