Teka Na Bhave Kapas Ni Kharidi : ખેડૂતોને કપાસના પાક માટે ટેકાના ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યા છે. ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જે આગામી સપ્ટેમ્બર-2025 સુધી ચાલુ રહેશે.
કપાસ માટે ભારત સરકારે રૂ. 7,471નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે. રાજ્યના ખેડૂતો જો પોતાના કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય, તો તેમને 15 માર્ચ 2025 સુધીમાં પોતાના નજીકના ખરીદ કેન્દ્રમાં જઈને ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી રહેશે. જે ખેડૂતો આ નક્કી કરાયેલ સમયમર્યાદામાં નોંધણી કરાવશે, તેમાંથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
અમદાવાદ ઝોનમાં ખેડૂતો માટે કપાસ ખરીદ માટેની સુવિધા બહાદરપુર, બાવળા, બોડેલી, ચાણસ્મા, ડભોઇ, દહેગામ, ધંધુકા, ધોળકા, હાંડોદ, હારીજ, હિંમતનગર, ઈડર, જાદર, કલેડીયા, કપડવંજ, કરજણ, કોસિન્દ્રા, કુકરમુંડા, માણસા, નસવાડી, નિઝર, પાલેજ, પાવીજેતપુર, સમલાયા, સાઠંબા, તલોદ, વડાલી, વાલિયા, વિજાપુર અને વિસનગરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ ઝોનના ખેડૂતો માટે પણ રાજ્યના વિવિધ શહેરોમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં અમરેલી, બાબરા, બગસરા, રાજુલા, સાવરકુંડલા, દામનગર, ટીંબી, ખાંભા, ગારીયાધાર, મહુવા, પાલીતાણા, ઉમરાળા, તળાજા, બોટાદ, ઢસા, રાણપુર, ગઢડા, ભાણવડ, ઉના, ધ્રોલ, જામ-જોધપુર, જામનગર, કાલાવડ, માણાવદર, અંજાર, ભુજ, માંડવી, હળવદ, મોરબી, વાંકાનેર, પોરબંદર, ધોરાજી, ગોંડલ, જસદણ, જામકંડોરણા, જેતપુર, કોટડા-સાંગાણી, રાજકોટ, અપલેટા, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ અને લખતર ખાતે કપાસ ખરીદ કેન્દ્રો કાર્યરત છે.
કપાસ ખરીદી સંબંધિત કોઈપણ સમસ્યા અથવા ફરિયાદ હોય, તો ખેડૂતો માટે એક ખાસ વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતો +91 7718955728 પર મેસેજ મોકલીને પોતાની સમસ્યાઓ અથવા ફરિયાદો નોંધાવી શકે છે.