મહેમદાવાદ: સમાજસેવાના ઉત્તરદાયિત્વને ખરા અર્થમાં નિભાવીને, મહેમદાવાદ સ્થિત ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ આજે માનવતા અને મદદગારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ બંને સંસ્થાઓ માત્ર મહેમદાવાદ તાલુકા પૂરતી જ સીમિત ન રહેતા, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં મદદ પહોંચાડવા માટે હંમેશાં અગ્રેસર રહે છે. આ સેવાકાર્યોનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ મુખ્તિાર શેખ બાવા કરી રહ્યા છે, જેમણે પોતાનું જીવન જ સમાજસેવા માટે સમર્પિત કરી દીધું છે.
ગરીબો માટે શિક્ષણ અને આરોગ્ય સેવા પુરી પાડે છે
આ સંસ્થાઓના મુખ્ય સેવાકાર્યોમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમની શાળા ફી ભરવા સહિતની તમામ શૈક્ષણિક મદદ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્વાસ્થ્યની બાબતમાં પણ આ ગ્રુપ હરહંમેશ તત્પર રહે છે. કોઈ ગરીબ વ્યક્તિના ઓપરેશન, દવા, કે તાત્કાલિક લોહી (Blood) ની જરૂરિયાત ઊભી થાય, ત્યારે આ ગ્રુપ અને ફાઉન્ડેશન હમેશાં ઊભા પગે હાજર થઈ જાય છે અને જરૂરી મેડિકલ સહાય પહોંચાડે છે.
પૂરથી લઈને સામાજિક જવાબદારી સુધી
આ સંસ્થાઓની માનવસેવાનો વ્યાપ કેટલો મોટો છે, તેનો ખ્યાલ તેમના તાત્કાલિક રાહત કાર્ય પરથી આવે છે. તાજેતરમાં બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂર દરમિયાન, ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવા માટેની પાણીની બોટલો અને કપડાં સહિતની આવશ્યક ચીજવસ્તુઓની મદદ પહોંચાડવામાં આવી હતી.
આ ઉપરાંત, આ ગ્રુપ સામાજિક અને ધાર્મિક ઉત્તરદાયિત્વ પણ નિભાવે છે. આર્થિક રીતે નબળા અને યતીમ (અનાથ) દીકરીઓના લગ્ન કરાવવા, તેમજ વૃદ્ધાશ્રમોમાં જઈને રક્ષાબંધનની ઉજવણી કરવી અને વડીલો સાથે જમણવારના કાર્યક્રમો યોજીને તેમને લાગણીનો હુંફ આપવા જેવા અનેક માનવસેવાના કામો આ સંસ્થાઓ નિયમિતપણે કરે છે. આ ઉપરાંત મહેમદાવાદની સ્પોર્ટ્સ ક્લબને આજે એક વિશિષ્ટ ભેટ મળી છે, જ્યાં ઇન્ડસ્ટ્રિયલ RO મશીન અર્પણ કરવામાં આવ્યું. ખેલાડીઓ અને સભ્યોને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકાર્ય કરાયું છે. સ્વાસ્થ્ય અને સ્પોર્ટ્સના સમન્વયની આ પહેલ ક્લબના સભ્યોને નવું જોમ અને ઉત્સાહ પૂરું પાડશે. આ યોગદાન સમાજ માટે પ્રેરણારૂપ બનશે અને શહેરમાંથી સારા ખેલાડીઓ તૈયાર થશે,.
મુખ્તિાર શેખે સમાજસેવા માટે જીવન કર્યું સમર્પિત
મુખ્તિાર શેખ બાવાના સમર્પણ અને નેતૃત્વ હેઠળ, દિન બેદારી ગ્રુપ અને શનાયા ફાઉન્ડેશન મહેમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં એક આશાનું કિરણ બનીને ઊભર્યા છે.
સંસ્થાની માનવસેવાને સશક્ત બનાવો!
મહેમદાવાદ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદોની સેવા કરતી આપણી સંસ્થાઓ ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ હાલમાં વિસ્તારમાં તાત્કાલિક મેડિકલ સહાય પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ લાવવાના મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ માનવતાના કાર્યમાં જોડાવા માટે આપ સૌને સ્વૈચ્છિક દાન આપીને બંને સંસ્થાને સહયોગ આપવા વિનંતી છે. તમારું એક નાનું યોગદાન પણ અનેક ગરીબ દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે. આ ઉપરાંત, ગરીબ બાળકોની ફી, મેડિકલ સહાય અને અન્ય સામાજિક કાર્યો માટે પણ દાન આપીને માનવતાની ઉત્કૃષ્ટ સેવા કરવામાં મદદરૂપ બની શકો છો.
આ પણ વાંચો: આખરે ઇઝરાયેલ કતાર સામે ઝુક્યો,દોહા પર હુમલા મામલે માંગી માફી