આખી દુનિયાની સેવા આ એક કારણથી ખોરવાઇ, ફ્લાઈટ્સ, ટ્રેન, સહિત તમામ વસ્તુઓ સ્થગિત!

microsoft server

શુક્રવારે બપોરથીસમગ્ર દુનિયામાં (world)  હોબાળો મચી ગયો છે. વિશ્વભરમાં લગભગ 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં એરલાઇન્સ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ છે. ટિકિટ બુકિંગ અને ચેક ઇન સેવાઓ પણ બંધ થઈ ગઈ છે. બ્રિટનમાં ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પણ બંધ થઈ ગયું છે. ચાલો જાણીએ આ બધા પાછળનું કારણ શું છે. મીડિયા અને ઓફિસોના કામકાજને અસર થઈ છે. પણ આ બધું કેમ થયું? તમને જણાવી દઈએ કે આ સમગ્ર ગડબડનું એક જ કારણ છે. ચાલો જાણીએ આખી વાત.

માઈક્રોસોફ્ટ સર્વર ખામી

સમગ્ર વિશ્વમાં સેવાઓ રોકવા પાછળનું કારણ માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમસ્યા વૈશ્વિક એટલે કે સમગ્ર વિશ્વમાં છે. ભારતમાં એરલાઈન્સને પણ અસર થઈ છે. વિશ્વના ઘણા દેશોમાં સ્ટોક એક્સચેન્જો ઠપ્પ થઈ ગયા છે. માહિતી અનુસાર, વિશ્વભરમાં લાખો વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) એરરનો અનુભવ કરી રહ્યા છે. ભારતમાં પણ ઈન્ડિગો અને સ્પાઈસ જેટ સહિતની ઘણી ઉડ્ડયન કંપનીઓએ કહ્યું છે કે સિસ્ટમમાં ટેક્નિકલ સમસ્યા છે.

માઇક્રોસોફ્ટનું સર્વર કેવી રીતે ખરાબ થયું?

હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે વાસ્તવિક સમસ્યા ક્યાં છે. જો કે, પ્રારંભિક માહિતી સૂચવે છે કે આ સમસ્યા Windows માં BSOD (Blue Screen Of Death) ને કારણે છે. આ સમસ્યા સાયબર સિક્યોરિટી કંપની CrowdStrike દ્વારા જાહેર કરાયેલ અપડેટને કારણે શરૂ થઈ છે. અપડેટ કથિત રીતે સૉફ્ટવેરના ફાલ્કન સ્યુટનો ભાગ છે જે કોઈપણ કમ્પ્યુટરને સાયબર સુરક્ષા પ્રદાન કરે છે.

આ પણ વાંચો  સંસદના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે આ 6 નવા બિલ,જાણો તેના વિશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *