ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઐતિહાસિક રોજા-રોજી- મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર મુસ્તાક મલેકના જણાવ્યા અનુસાર ઐતિહાસિક સ્મારક રોજા-રોજીના શહીદ સંત મુબારક સૈયદ (ર.હ)ના મકબરાનું બાંધકામ તેમના પુત્ર હજરત મીરાને કરાવ્યું હતું. ઐતિહાસિક મૂલ્ય ધરાવતી મિરાતે સિંકદરીમાં સાફ થાય છે કે જયારે ઇતિમાદ ખાન સાથે યુદ્વ થયું હતું અને સંત મુબારક સૈયદ (ર.હ) ઇસ 1558માં શહીદ થયા હતા, તેમના પુત્ર હજરત મીરાને એ સમયે અંદાજિત બે લાખના ખર્ચે આ રોજારોજીનું બાંધકામ કરાવ્યું હતું. રોજારોજી બાંધકામનો વર્ષ ખોટો છે,ઇતિહાસના મૂલ્યની નાયબ પુસ્તકો જેવી કે મિરાંતે સિંકદરી,તુઝકે જંહાગીર, ગુજરાત મુસ્લિમ સલ્તનલત કાળ વોલ્યુમ- 5માં તેનો સ્પષ્ટ ઉલ્લેખ થાય છે.
મિરાંતે સિંકદરી
નોંધનીય છે કે સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગે જે ઇતિહાસની તકતી રાખી છે, જેમાં રોજારોજીનું બાંધકામ 1484માં કરવામાં આવ્યું હતું,જે તદ્દન પાયાવિહોણી વાત છે. અંગ્રેજ લેખક મી.બ્રાઉને રોજારોજીના બાંધકામની તારીખ ખોટી આલેખી છે. એ સમયે હજરત મુબારક સૈયદ જીવિત હતા, તેમનો ઉલ્લેખ મિરાંતે સિંકદરીના એહેમદશાહ 2ના ચેપ્ટરમાં માં મળી જાય છે.
તુઝકે જંહાગીર
આ ઉપરાંત તુઝકે જંહાગીરમાં પણ રોજારોજીનો ઉલ્લેખ કરાયો છે, જેમાં હજરત શહીદ મુબારકના પુત્ર હજરત મીરાને આ રોજો બંધાવ્યો હતો, આ સાથે ગુજરાત મુસ્લિમ સલ્તનલત કાળ વોલ્યું 5માં પણ તેમના અવસાનનો ઉલ્લેખ છે. જે આ સમાચારમાં સામેલ કરવામાં આવ્યા છે.
ગુજરાત મુસ્લિમ સલ્તનલત કાળ વોલ્યુમ 5
ઉલ્લેખનીય છે કે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે આ અંગે ગુજરાત સમયને જણાવ્યું હતું કે જો કોઇ ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો અને કાયદાકિય લડાઇ લડવા તૈયાર છે.
આ પણ વાંચો – મહેમદાવાદના સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)ના ઉર્સ પર હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ ઉમટશે