મહેમદાવાદના સોજાલી ગામે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી દરગાહ આવેલી છે. બુધવારે રોજા-રોજીનો ભવ્ય ઉર્સ ઉજવાશે, સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ ઉજવાશે. આજે રાત્રે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવશે અને આવતીકાલે બુધવારે 9-4- 2025ના રોજ ઉર્ષ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટશે. મહેમદાવાદના મહાન સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ નિમિત્તે કવ્વાલીનો કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યો છે.
સૈયદ મુબારક શહીદ (ર.અ.) ના 510મા ઉર્સ મુબારક
(માસ: એપ્રિલ 2025)
પ્રોગ્રામ યાદી
જુલુસ મહેમદાવાદથી નીકળશે
(શામ 4 વાગે, કુત્બ-બ-અનવર શહિદ દરગાહ વિરોલ દરવાજા, રોજા-રોજી દરગાહ)
તારીખ: 8 એપ્રિલ 2025, મંગળવાર
-
સંદલનો કાર્યક્રમ
તારીખ: 8 એપ્રિલ 2025, મંગળવાર
સમય: રાત 11 વાગે -
ઉર્સ
તારીખ: 9 એપ્રિલ 2025, બુધવાર -
કવ્વાલીનો કાર્યક્રમ
તારીખ: 9 એપ્રિલ 2025, બુધવાર
સમય: રાત 10 વાગે, સવાર સુઘી
સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ટૂંકમાં ઇતિહાસ
હજરત સૈયદ મુબારક બુખારી (રહે.) તેમના પુત્ર સૈયદ મિરાન બુખારી અને બાર વર્ષના પૌત્ર સૈયદ હામીદ બુખારીએ નાછૂટકે જંગમાં ઝંપલાવ્યું. હજરત સૈયદ મુબારક શહીદ થયા. તેઓનું મસ્તક તેમના ગુલામ શેખસીદી સઈદ હશીએ ખોળામાં લઈ લીધું. પરાજય પામેલા સૈયદ મીરાન બુખારી તથા સૈયદ હામીદ બુખારીએ હઝરત મુબારક સૈયદનો મુત્યુદેહ ઉપાડી લીધો અને લાલ કપડામાં લપેટીને સૈયદપુરા મહેમદાવાદમાં જે જગ્યા હઝરત સૈયદ મુબારકે (રહે.) પોતાની હયાતીમાં પસંદ કરેલી જગ્યા પર તેઓની દફનવિધિ કરી(1558માં શહીદ થયા) અને પોતાના માણસોને સાથે લઈ કપડવંજ તરફ સીધાવ્યા, સૈયદપુરા લૂંટાઈ ગયું. સૈયદપુરામાં જે જગ્યાએ તેમને દફનાવવામાં આવ્યા હતા તે જગ્યાએ તેમના શાહઝાદ સૈયદ મીરાન બુખારીએ હી.સં. ૯૬૮ ઇ.સ. ૧૫૬૦માં બે લાખ રૃપિયાના ખર્ચે આલીશાન રોજો બંધાવ્યો. “તેનો વિસ્તાર ૯૪ ચોરસ ફૂટ છે. તે ૬૦ ફૂટ ઊંચો, બાવન થાંભલાવાળો, જબરદસ્ત ઘુંમ્મટવાળો અને આસરજડિત ભોંતળિયાવાળો છે. આ રોજામાં ત્રણ લેખો છે. તેમાં ધાર્મિક અને નૈતિક સૂત્રો લખેલાં છે. તેમાં બે કબરો છે. તેમાંની એક સૈયદ બુખારીની અને બીજી તેના પુત્ર સૈયદ મિરાનની. આ રોજાની ઉત્તરે ત્રણ નાની કબરો છે. તેમાંની એક રોજો બાંધનાર શિલ્પીની અને બીજી બે સૈયદ મિરાનના બે મામાઓ સૈફુદ્દીન અને નિઝામુદ્દીની છે.