મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ત્રણ નિરીક્ષકો — જનક પટેલ, દર્શના વાઘેલા અને યમલ વ્યાસ — સક્રિય રહેશે. નોંધનીય છે કે, આ બેઠક માટે પાંચ દાવેદારોના નામો ચર્ચામાં છે, જેમાં રાણા ગજેંદ્રસિંહ ચૌહાણ, રજનીશ ચૌધરી, સ્વરૂપજી ઠાકોર, માવજી પટેલ, અને શૈલેષ પટેલનો સમાવેશ થાય છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કોંગ્રેસ ફરી એકવાર વાવ વિધાનસભામાં જંગી લીડથી જીત, કોંગ્રેસમાંથી વાવ માટે ટિકીટ માંગનારા ચાર લોક જ છે. પરંતુ રણનીતિ પ્રમાણે કોંગ્રેસ વાવ પેટાચૂંટણીમાં ઠાકોર ઉમેદવારે ટિકીટ નહીં આપે. ગેનીબેને કહ્યું કે, જ્યારે લોકસભાની ટિકીટ ઠાકોર સમાજને આપી ત્યારે જ નક્કી થઇ ગયુ હતુ કે, કોંગ્રેસ તમામ લોકોને સાથે રાખીને ચૂંટણી લડશે અને જીતશે. અહીં બનાસકાંઠામાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતનો ઇતિહાસ રહેલો છે, શંકરસિંહ વાઘેલાથી લઇને થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. વાવ બેઠક પર જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું છે. ગેનીબેને આ સમયે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, તેમને કહ્યું કે, ભાજપ પાસે વાવમાંથી ટિકીટ માંગનારા ઘણાબધા છે. કોંગ્રેસ અહીં ફરીથી જીત મેળવશે.
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, હાલમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના એકમાત્ર ગુજરાતના ધારાસભ્ય છે. તેઓ એક કોંગ્રેસ પક્ષના શક્તિશાળી અને કડક મહિલા રાજકારણી છે, અગાઉ જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.
આ પણ વાંચો –‘ન્યાયની દેવી’ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હવે હાથમાં તલવારની જગ્યાએ બંધારણ ,જાણો