બોલીવુડના ભાઇજાન સલમાન ખાન હાલમાં ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મમાં વ્યસ્ત છે,સિંકદર ફલોપ થતા સલમાન ખાનને આ ફિલ્મથી ઘણી આશા છે.સામાન્ય રીતે સલમાન ખાન સોશિયલ મીડિયા પર સક્રીય રહેતો નથી, પરતું હાલમાં તેની એક પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે, અને આ પોસ્ટ પર ચર્ચા ચાલી રહી છે.
નોંધનીય છે કે આ પોસ્ટમાં સલમાન ખાને લખ્યું વર્તમાન તમારો ભૂતકાળ બની જાય છે અને ભૂતકાળ તમારા ભવિષ્ય સાથે જોડાય છે. તમારી આજ એક ભેટ છે તેથી યોગ્ય કાર્ય કરો. વારંવાર કરાતી ભૂલો આદત બની જાય છે અને પછી તમારું કેરેકટર બગડવાનું શરૂ થાય છે. તમારા આજ માટે બીજા કોઈને દોષ ન આપો, કોઈ તમને તે કરવા માટે દબાણ કરી શકે નહીં જે તમે પોતે કરવા માંગતા નથી. મારા પિતાએ મને હમણાં જ આ કહ્યું આ સત્ય વાત છે. કાશ મેં તેમની વાત પહેલા સાંભળી હોત, પણ હવે બહુ મોડું થયું નથી.”
સલમાન ખાનની આગામી ફિલ્મો
આ પોસ્ટ જોયા પછી, સલમાનના ચાહકો તેની પોસ્ટની પ્રશંસા કરી રહ્યા છે. કોઈએ તેને “સુપર ભાઈજાન” કહ્યું, તો કોઈએ લખ્યું, “તમારો સંદેશ હૃદયને સ્પર્શી ગયો.” તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ચાહકોને તેની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ થી ઘણી અપેક્ષાઓ હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકી શકી નહીં. પરંતુ દર્શકો તેની આગામી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સલમાન ખાન અપૂર્વ લાખિયાની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’માં કર્નલ સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે, જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ઉપરાંત સલમાન પાસે ‘કિક 2’, ‘ગંગા રામ’ અને સૌથી મોટી ફિલ્મ ‘ટાઈગર વર્સિસ પઠાણ’ પણ પાઇપલાઇનમાં છે.
આ પણ વાંચો- હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત