ભારતીય ક્રિકેટ ટીમનું અભિયાન 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે શરૂ થશે, ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે હાઈ-પ્રોફાઈલ મેચ અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ સ્ટેજનું સમાપન થશે. આ પછી, જો ભારત પોતાના ગ્રુપમાં ટોપ-2માં રહેશે તો તે સેમીફાઈનલ રમવા જઈ રહ્યું છે. ભારતની તમામ મેચો દુબઈમાં જ યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફોર્મેટ
ટુર્નામેન્ટમાં આઠ ટીમો છે, જે ચારના બે જૂથોમાં વહેંચાયેલી છે. દરેક ટીમ તેના ગ્રૂપની અન્ય ટીમો સાથે એક વખત રમશે, જેમાં દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે.
ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ
ગ્રુપ બી: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટ કેવી રીતે બુક કરવી
1. સૌથી પહેલા ICCની ઓફિશિયલ વેબસાઈટ પર ટિકિટ પેજ પર જાઓ.
2. તે પછી દુબઈની મેચ કોલમ પસંદ કરો.
3. તે પછી તે મેચ પસંદ કરો જેના માટે તમારે ટિકિટ જોઈએ છે.
4. હવે સીટો પસંદ કરો યાદ રાખો કે વ્યક્તિ ફક્ત 4 સીટ બુક કરી શકે છે.
5. આ પછી તમારી માહિતી દાખલ કરો.
6. વિદેશીઓએ તેમનો પાસપોર્ટ નંબર દાખલ કરવો જરૂરી છે.
7. હવે પેમેન્ટ કરો અને ટિકિટ ડાઉનલોડ કરો.
ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઈ ગઈ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત-પાકિસ્તાન મેચને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ મેચની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે ચાહકોને આશા છે કે આ વખતે પણ ICC આ શાનદાર મેચ માટે કેટલીક ટિકિટો જાહેર કરશે.