વાવની બેઠક પર ઘમાસાન ચાલી રહ્યું છે. ભાજપે આ બેઠક જીતવા માટે કમરકસી છે. વાવ બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.બગાવત કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલ હવે પાટીલ સાથે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
અપક્ષ ઉમેદવાર માવજી પટેલે જાહેરમાં કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે.વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી જીતવા બધાયે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બળવાખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ શક્તિ પ્રદર્શન કરી ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે. માવજી પટેલે જાહેર સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું સચિવાલયમાં ગૃહમંત્રીને મળવું હોય તો એપોઈટમેન્ટ લેવી પડે. ગૃહમંત્રીને મુલાકાતીઓને મળવાનો સમય પણ નથી. આજે પેટાચૂંટણી આવી છે ત્યારે ગૃહમંત્રી ઘેર ઘેર ફરી રહ્યાં છે અને મત માંગી રહ્યાં છે.
નોંધનીય છે કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે વધુમાં કહ્યું કે ભાજપમાં કોઇ કશં બોલતા જ નથી, બોલવું પડશે. આ વાવ બેઠક પર ગેની બેન ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા તેઓ સાંસદ સભ્યની ચૂંટણી જીતી ગયા બાદ આ બેઠક પર રાજીનામું આપતા હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે.
આ પણ વાંચો – પાટણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે મોત