(Donald Trump Oil Deal : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલના વેપાર અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે જો ચીન વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા માંગતું હોય, તો અમેરિકાને તેની સામે કોઈ વાંધો નથી અને તેઓ તેનું ‘સ્વાગત’ કરે છે.
Donald Trump Oil Deal: ભારત અને વેનેઝુએલા વચ્ચેનો તેલ કરાર
ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે ભારત પહેલેથી જ વેનેઝુએલા સાથે તેલ ખરીદવા માટે કરાર કરી ચૂક્યું છે. હવે ભારત ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ મેળવશે. ટ્રમ્પના મતે, આ કરારનો ‘કોન્સેપ્ટ’ (ખ્યાલ) પહેલેથી જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. જોકે, ભારત સરકાર તરફથી આ નિવેદન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
$5.2 બિલિયનનો તેલ સોદો
અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વેનેઝુએલાની વચગાળાની સરકારે $5.2 બિલિયનની કિંમતનું 50 મિલિયન બેરલ તેલ ઓફર કર્યું હતું, જેને અમેરિકાએ સ્વીકારી લીધું છે. વેનેઝુએલા પાસે તેલ સંગ્રહ કરવાની જગ્યા ન હોવાથી તેમણે આ ઓફર તાત્કાલિક ધોરણે આપી હતી.
નાણાં ક્યાં જમા થઈ રહ્યા છે?
રિપોર્ટ અનુસાર, વેનેઝુએલાના તેલના વેચાણમાંથી થતી આવક હાલમાં અમેરિકા સરકાર દ્વારા નિયંત્રિત બેંક ખાતાઓમાં રાખવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે આ માટેનું મુખ્ય ખાતું કતારમાં કાર્યરત છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સંક્રમણ કાળ દરમિયાન અમેરિકા વેનેઝુએલાના સંસાધનો પર દેખરેખ રાખશે.
નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેલના વેપાર અંગે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે જો ચીન વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા માંગતું હોય, તો અમેરિકાને તેની સામે કોઈ વાંધો નથી અને તેઓ તેનું ‘સ્વાગત’ કરે છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં સિડનીના Bondi Beach પર હનુક્કાહ તહેવાર દરમિયાન ગોળીબાર,10 લોકોના મોત

