આજે ગુજરાત સરકારના બજેટમાં એવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ. નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતને કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ અને ચક્રવાતનો સામનો કરવો પડે છે, અને આને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સ્થિતિ અને સુરક્ષા વધારવા માટે અમુક મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
વિશેષ રીતે, રોડ-રસ્તાઓ માટે ₹૧૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને, ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઈસ્પીડ કોરીડોર અને એક્સપ્રેસવે વિકસાવવામાં આવશે. “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ” હેઠળ 1367 કિમીના 12 હાઈસ્પીડ કોરિડોર બનાવવાનો આયોજન છે, જે રાજ્યના પરિવહનને વધુ સક્ષમ અને આરામદાયક બનાવશે.આ પ્રોજેક્ટ્સ એ રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ કદમ છે, જે વાસ્તવિક રીતે રાજ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને વધુ મજબૂતી પૂરી પાડશે.
નોંધનીય છે કે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં માર્ગને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે તરીકે વિકસાવવામાં આવશે. આ બંને એક્સપ્રેસ વે થી મુસાફરીમાં ઝડપ વધશે અને સમયનો પણ બચાવ થશે.