કેન્દ્રીય કેબિનેટે’One Nation One Election’ બિલને મંજૂરી આપી, ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાશે

One Nation One Election

”One Nation One Election’ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે.‘એક દેશ એક ચૂંટણી’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રીએ કેબિનેટમાં એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

One Nation One Election અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.


વાસ્તવમાં પીએમ મોદી લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ-ચાર મહિના માટે જ થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. ‘એક દેશ, એક ચૂંટણી’નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.

આ પણ વાંચો –  ગુજરાત એસટીમાં ભરતીની જાહેરાત, ITI કરેલા યુવકો માટે ₹21,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *