ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદે શહેરના વાતાવરણને બદલી નાખ્યું.હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝડપી પવનની અસર જોવા મળી.અમદાવાદમાં આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી અને ભારે પવન ફૂંકાયો.કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા અને અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા.આ અચાનક આવેલાં વરસાદથી શહેરના ટ્રાફિક અને રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આ કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 5થી 8 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ભારે પવનની શક્યતા છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.
આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની નોંધ થઈ. અમદાવાદના ધોળકા, ખેડા, વટામણ, દક્ષિણ અમદાવાદ, પીપળજ, લાંભા, સોજીત્રા, તારાપુર, પેટલાદ, ખંભાત, ડાકોર, સાવલી, વડોદરા, ઠાસરા, કપડવંજ, હાંસોટ અને કોસંબા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હતી, જે સાચી પડી.
આ પણ વાંચો- પહેલગામમાં માર્યા ગયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીને લોકો કરી રહ્યા છે ટ્રોલ