વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ

Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક અને ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે. બેઠક પછી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલની ટીકા કરી અને કહ્યું કે તેમણે વિપક્ષના અવાજને અવગણ્યો છે.

Parliamentary Committee of Waqf Board – કલ્યાણ બેનર્જીએ જગદંબિકા પાલ પર “જમીનદારી”ની જેમ કાર્યવાહી ચલાવવાનો આરોપ મૂક્યો, જેનો અર્થ છે કે તેઓ સરમુખત્યારશાહી વલણ અપનાવી રહ્યા છે. જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે બેઠક દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદમાં જેમ હંગામો મચાવ્યો હતો. અવાજ ઉઠાવવાની સાથે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી સાંસદ નિશિકાંત દુબે પ્રસ્તાવ લાવ્યા, જે બાદ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

નિશિકાંત દુબેએ શું કહ્યું?
જગદંબિકા પાલે વધુમાં જણાવ્યું હતું કે બેઠકના એજન્ડામાં કોઈ ફેરફાર થયો નથી. અમે 34 બેઠકો યોજી, 250 પ્રતિનિધિમંડળ બોલાવ્યા… કોઈ જેપીસીએ આવી લોકશાહી રીતે કામ કર્યું નથી. દરમિયાન, સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે વિપક્ષ, ખાસ કરીને ઓવૈસીજી માને છે કે જમ્મુ-કાશ્મીરની સમગ્ર રજૂઆત સાંભળવામાં આવી નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવવા જોઈએ. વિપક્ષના સૂચનને આધારે સ્પીકરે આજની બેઠક સ્થગિત કરી દીધી હતી. આ લોકોએ મીરવાઈઝની સામે હંગામો મચાવ્યો, ગેરવર્તણૂક કરી અને સંસદીય લોકશાહી વિરુદ્ધ કામ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *