AmericanPilotRescued: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઈરાનમાં ક્રેશ થયેલા F-15E ફાઈટર જેટનો જે પાયલટ લાપતા હતો, તેને અમેરિકન સેનાએ ઈરાનની ધરતી પરથી જ સુરક્ષિત રીતે બચાવી લીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રેસ્ક્યુ મિશનને અમેરિકન ઈતિહાસનું સૌથી સાહસિક ઓપરેશન ગણાવ્યું છે.
AmericanPilotRescued: દુશ્મનોથી ઘેરાયેલા અમેરિકન કર્નલનું દિલધડક રેસ્ક્યુ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “અમેરિકન સેનાએ ઈરાનના દુર્ગમ પહાડી વિસ્તારમાં ફસાયેલા એક વરિષ્ઠ અધિકારી (કર્નલ) ને સફળતાપૂર્વક બચાવી લીધા છે.”આ અત્યંત જોખમી મિશનને પાર પાડવા માટે ટ્રમ્પના નિર્દેશ પર ડઝનબંધ અત્યાધુનિક હથિયારોથી સજ્જ વિમાનો દુશ્મનના વિસ્તારમાં ઘૂસ્યા હતા. દુશ્મનોથી ચારેતરફ ઘેરાયેલા હોવા છતાં અમેરિકન સેના પોતાના પાયલટને સહીસલામત પાછો લાવવામાં સફળ રહી છે. વિશેષ વાત એ છે કે આખા ઓપરેશનમાં કોઈ પણ અમેરિકન સૈનિકનો જીવ ગયો નથી કે કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.
WE WILL NEVER LEAVE AN AMERICAN WARFIGHTER BEHIND! 🇺🇸🇺🇸 https://t.co/WPZ03RKCjS
— The White House (@WhiteHouse) April 5, 2026
ઈરાને પાયલટને જીવતો પકડવા 60,000 ડોલરનું ઈનામ રાખ્યું હતું
બીજી તરફ, લાપતા અમેરિકન પાયલટને શોધવા માટે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) પણ જમીન-આસમાન એક કરી રહ્યા હતા. IRGC એ પાયલટને પકડવા માટે આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સ્થાનિક લોકો પાસે પણ મદદ માંગી હતી.એટલું જ નહીં, ઈરાને આ અમેરિકન પાયલટને જીવતો પકડી લાવનાર માટે 60,000 ડોલરથી વધુના ઈનામની પણ જાહેરાત કરી હતી. જોકે, ઈરાનના તમામ પ્રયાસો અને વાયરલ થયેલા વીડિયો વચ્ચે પણ અમેરિકન સેના બાજી મારી ગઈ છે. ટ્રમ્પે આ સફળતાને અમેરિકા માટે ગર્વની ક્ષણ ગણાવીને દાવો કર્યો છે કે આનાથી સાબિત થાય છે કે અમેરિકાએ ઈરાન પર ‘એર ડોમિનન્સ’ (હવાઈ વર્ચસ્વ) હાંસલ કરી લીધું છે.
આ પણ વાંચો: અમેરિકાની મોટી કાર્યવાહી:IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીની ભત્રીજી અને તેની દીકરીની ધરપકડ

