Vadodara Division Train Timetable : 1 જાન્યુઆરીથી વડોદરા ડિવિઝનમાં ટ્રેનોના સમયપત્રકમાં બદલાવ: જાણો કઈ ટ્રેન ક્યારે આવશે

Vadodara Division Train Timetable

Vadodara Division Train Timetable : વડોદરા ડિવિઝનમાં મુસાફરોને વધુ સારું અનુભવું અને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 1 જાન્યુઆરી, 2025થી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો કરાયો છે, જે મુસાફરોના સમયની બચત કરશે, જ્યારે કેટલીક ટ્રેનો મોડી શરૂ થશે અથવા તેમના ગંતવ્ય પર વહેલી પહોંચશે.

મુખ્ય ફેરફારો:
પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

ટ્રેન નંબર 09108 એકતાનગર-પ્રતાપનગર મેમુ એકતાનગરથી 9:30ના બદલે 10:00 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર 09349 આણંદ-ગોધરા મેમુ આણંદથી 12:15ના બદલે 13:30 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર 09133 આણંદ-ગોધરા મેમુ આણંદથી 14:10ના બદલે 14:30 વાગ્યે ઉપડશે.
ટ્રેન નંબર 09317 વડોદરા-દાહોદ મેમુ વડોદરાથી 13:55ના બદલે 14:05 વાગ્યે ઉપડશે

સ્પીડ વધારવામાં આવેલી ટ્રેનો:
વડોદરા ડિવિઝનના 42 ટ્રેનોની ગતિમાં વધારો થયો છે, જેના કારણે 5 મિનિટથી 45 મિનિટના સંચાલન સમયમાં ઘટાડો થયો છે.

વહેલી અથવા મોડી પહોંચનારી ટ્રેનો:

48 ટ્રેનો હવે અગાઉના સમય કરતાં 5 થી 45 મિનિટ વહેલી પહોંચશે.
48 ટ્રેનો હવે અગાઉના સમય કરતાં 5 થી 43 મિનિટ મોડી આવશે.

ફેરફારથી પ્રભાવિત સ્થળો:
આ બદલાવમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ગોધરા અને અન્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પહેલાં અપડેટેડ સમયપત્રક ચકાસે.

મહત્વપૂર્ણ સૂચના:
મુસાફરો રેલ ઇન્ક્વાયરી 139 પર અથવા www.enquiry.indianrail.gov.in પર સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો ચકાસી શકે છે. પશ્ચિમ રેલવે યાત્રા વધુ સુગમ અને સમયસર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *