વડોદરામાં લવ જેહાદની ઘટના, લગ્નની લાલચે 8 વર્ષ સુધી શોષણ, હવે મારી નાંખવાની ધમકી!

Vadodara Love Jihad Case :

Vadodara Love Jihad Case : સંસ્કારીનગરી વડોદરામાં ફરી એકવાર લવ જેહાદની ઘટનાએ ચકચાર જગાવી છે. શહેરના સલમાન ખાન સલીમ ખાન પઠાણ નામના યુવકે એક હિન્દુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સતત 8 વર્ષ સુધી પોતાની પાસે રાખી હતી. આ સમયગાળા દરમિયાન યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પીડિતાએ લગાવ્યા છે.

Vadodara Love Jihad Case : કોર્ટ મેરેજ બાદ નિકાહ

પીડિતાના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં પ્રેમનો ઢોંગ કરનાર સલમાને તેની સાથે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જોકે, ત્યારબાદ તેની અસલી માનસિકતા સામે આવી હતી અને તેણે મુસ્લિમ રીત-રિવાજ મુજબ નિકાહ પઢાવ્યા હતા. દંપતીને એક સંતાન થયા બાદ આરોપી અને તેના પરિવારે યુવતી પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. જ્યારે યુવતીએ તેનો વિરોધ કર્યો, ત્યારે તેને અમાનુષી શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી.

‘ધ કેરલા સ્ટોરી’ જેવી ભયાનક ધમકી

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સલમાન અને તેનો પરિવાર તેને અવારનવાર માર મારતા હતા. સલમાને ધમકી આપી હતી કે, જો તે તેનું માનશે નહીં તો તેના ટુકડા કરી બોરીમાં ભરી દેશે. આ ધમકીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની ભયાનકતાની યાદ અપાવી દીધી છે. કંટાળીને યુવતી માતાના ઘરે રહેવા ગઈ તો આરોપી ત્યાં પણ પહોંચી ગયો હતો અને તેને બળજબરીથી આજવા ગામ પાસે લઈ જઈ ઢોર માર માર્યો હતો.

હિન્દુ સંગઠનોની મદદથી પોલીસ ફરિયાદ

આરોપી સલમાન માત્ર યુવતી જ નહીં પરંતુ તેની માતા અને ભાઈ-બહેનને પણ મારી નાખવાની ધમકી આપતો હતો. આ અત્યાચારથી કંટાળીને અંતે પીડિતાએ સ્થાનિક હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. સંગઠનોની મદદથી પીડિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સલમાન ખાન પઠાણ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: નડિયાદમાં 1.21 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર,જાહેરમાં કાર્યવાહી કરતા વિવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *