એસટી બસ કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા વીડિયો વાયરલ!

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:  ગુજરાતના ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંડક્ટરે દુર્વ્યવહાર અને મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:આ ઘટના GJ-18-ZT-7399 નંબરની એસટી બસમાં બની, જેમાં કંડક્ટર વિનોદ પરમારે દિવ્યાંગ વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તન કર્યું. મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીએ બસમાં મુસાફરી દરમિયાન પોતાનો અસલી દિવ્યાંગ પાસ બતાવ્યો અને ટિકિટની માંગણી કરી. જોકે, કંડક્ટરે પાસને ખોટો ગણાવીને ટિકિટ લેવા માટે દબાણ કર્યું. વિદ્યાર્થીએ વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પાસ અસલી છે, પરંતુ કંડક્ટરે તેની વાત ન સાંભળી અને અભદ્ર ભાષા સાથે મારપીટ કરી.

આ દરમિયાન, દિવ્યાંગ વિદ્યાર્થીએ કંડક્ટરના આ અમાનવીય વર્તનનો વીડિયો પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કંડક્ટર વિનોદ પરમારે વિદ્યાર્થી સાથે માત્ર મારપીટ જ નથી કરી, પરંતુ તેની પાસેથી મોબાઇલ છીનવવાનો અને લાતો મારવાનો પણ પ્રયાસ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો છે, જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-  બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીને માર મારીને કરી હત્યા,મૃતદેહ પર કર્યો ડાન્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *