સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ કેસને એમ કહીને રદ્દ કરી દીધો હતો કે તે માત્ર ચાઈલ્ડ પોર્ન પોતાની પાસે રાખે છે. તેને ફોરવર્ડ કરવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને POCSO એક્ટમાં ફેરફાર કરવા અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને ‘બાળકના જાતીય અપમાનજનક અને શોષણાત્મક સામગ્રી’ સાથે બદલવા માટે વટહુકમ લાવવાની સલાહ આપી છે.
POCSO એક્ટની કલમ 15 (1) હેઠળ ગુનો ગણવામાં આવશે.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈના ઈલેક્ટ્રોનિક ગેજેટમાં બાળકો સામે થતા જાતીય અપરાધો સાથે સંબંધિત વિડિયો ડાઉનલોડ/જોવા/રાખવા એ પણ ગુનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ POCSO એક્ટની કલમ 15 (1) હેઠળ ગુનો ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આવો વિડિયો પ્રકાશિત કરવાનો કે અન્ય કોઈને મોકલવાનો ઈરાદો ન રાખે તો પણ તેને POCSO એક્ટ હેઠળ ગુનો ગણવામાં આવશે. એટલું જ નહીં, સર્વોચ્ચ અદાલતે તમામ અદાલતોને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટનો આદેશ રદ
સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને રદ્દ કર્યો જેમાં કહ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ POCSO અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો માનવામાં આવશે. કોર્ટે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના મુદ્દા અને તેના કાયદાકીય પરિણામો અંગે માર્ગદર્શિકા જારી કરી છે.
આ પણ વાંચો –સ્કાઈડાઈવિંગ પહેલા મહિલાએ કર્યું આ મહત્વનું કામ,જુઓ વીડિયો