વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં 138 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. હવે આ બિલ કાયદો બનવાથી માત્ર એક પગલું દૂર છે. હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને ત્યાંથી તેને મંજૂરી મળતા જ આ બિલ કાયદાનું સ્વરૂપ લઈ લેશે. સરકારે બુધવારે રાજ્યસભામાં આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. જ્યાં લગભગ 12 કલાકની ચર્ચા બાદ સરકાર તેને પાસ કરાવવામાં સફળ રહી હતી. લોકસભામાં આ બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા.
લોકસભા દ્વારા પસાર થયા પછી, વક્ફ (સુધારા) બિલ, 2025 ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જ્યાં લગભગ 12 કલાકની ચર્ચા પછી તેને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલની તરફેણમાં 128 વોટ પડ્યા જ્યારે બિલની વિરુદ્ધમાં 95 વોટ પડ્યા. લોકસભામાં આ બિલની તરફેણમાં 288 વોટ પડ્યા, જ્યારે 232 સાંસદોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યા. હવે જ્યારે બિલ રાજ્યસભા તેમજ લોકસભામાં પસાર થઈ ગયું છે, તો પછીનું પગલું રાષ્ટ્રપતિની સંમતિ છે. આ પછી આ કાયદો બનાવવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે આ બિલ મોદી સરકાર દ્વારા વકફ પ્રોપર્ટીના વહીવટ અને સંચાલનમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યું છે, પરંતુ આ બિલને લઈને સંસદના બંને ગૃહોમાં શાસક એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.