રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યમાં UCC મામલે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સુરત મુકામે UCC સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની મુલાકાત કરી હતી અને UCC અંગે સુધારાઓ સાથે સૂચનો લેખિત પત્રમાં સમિતિના અધ્યક્ષને આપ્યા હતા.
યુસીસી ની જરુરિયાત અને તેનો સ્વરુપ નિર્ધાર્ધારિત કરવા માટે ગુજરાત રાજય સરકારે સમિતિની રચના કરવાનો હેતુ પ્રામાણિક નથી. પરંતુ રાજકીય નિર્ણય છે જે બંધારણ વિરોધી છે.યુસીસી માટે રચાયેલ સમિતિ ના તો ન્યાય સંગત છે કે ના તો પ્રામાણિક. સમિતિની અધ્યક્ષતા માનનીય ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. જેમણે અગાઉ ઉત્તરાખંડ માટે સમાન સમિતિના અધ્યક્ષ તરીકે નિર્ણય કર્યો હતો અને યુસીસી લાગુ કરેલ. તેમની નિષ્પક્ષતાની આશા રાખવી મુશ્કેલ છે. તેથી અમોને આ સમિતિ પાસેથી કોઈ પણ ન્યાયિક મૂલ્યાંકન થવાની અપેક્ષા નથી અને અમો સમિતિ પ્રત્યે ભરોસાના ઉણપ છે.
વધુમાં યુસીસીની જરુરિયાત અને તેનો સ્વરુપ જે તમામનાગરિકોને ખાસ કરીને વિવિધ ધર્મિય જૂથોને પ્રભાવિત કરશે તેવા નિર્ણયો લેવામાં. સમિતિમાં વિવિધ ધર્મીય સમૂહોના પ્રતિનિધિત્વની જરુર હતી જો કે સમિતિના તમામસભ્યો એક જ ધર્મ અને રાજકીય વિચારધારા ના છે. આથી ન્યાયી પ્રતિનિધિત્વનું કોઈ ધ્યાન રાખવામાં આવેલ નથી અને આ સમિતિ પ્રત્યે કોઈ વિશ્વાસ પ્રેરિત થતો નથી.
સમિતિની કાર્યવાહી પણ ન્યાયી અને વિશ્વાસપ્રેરિત નથી. સમિતિ માત્ર રાજકીય અને ધાર્મિક વિચારધારા સાથે સુસંગત લોકોને જ આમંત્રણ આપી રહી છે અને અન્ય લોકો જેમણે યુસીસીના અમલથી અસર થવાની શક્યતા છે તેમની અવગણના કરાઈ રહી છે.
સમિતિની સુનાવણી પણ વિશ્વાસપ્રેરક નથી. સમિતિ વ્યક્તિગત રીતે રજૂઆત કરવાની તકો આપતી નથી. પરંતુ લોકોને એકસાથે ગોઠવીને અભિપ્રાય આપવાનું કહેવામાં આવે છે. આ સમિતિની પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા હોય તેવું સ્પષ્ટ કરે છે.
વધુમાં સમિતિની સુનાવણી સંપૂર્ણ સમિતિ સમક્ષ નહી પરંતુ રાજયના વિવિધ ભાગોમાં ફકત કેટલાક સભ્યો દ્વારા લેવામાં આવે છે. એ દર્શાવે છે કે આ સમિતિની પ્રક્રિયામાં કોઈ ગંભીરતા કે પ્રામાણિક ઈરાદો નથી.
આથી અમો સમિતિ સમક્ષ અમારી ગંભીર વિરોધ અને આપત્તિ રજૂ કરીએ છીએ અને સમિતિની જરુરિયાત, રચના અને પ્રક્રિયા પ્રત્યે સંપૂર્ણ અવિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. જોકે અમારી મૂળભૂત હક્કો ને ગંભીર નુકશાન થઈ શકે છે, આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના સમગ્ર મુસ્લિમ સમાજના તમામ મસલખ અને ફિરકાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમીતી સહિત અમોને અમદાવાદ ખાતે ૩ કલાકનો સમય ફાળવવામાં આવે તો નીચે જણાવેલ મુદ્દાઓ પ્રત્યે રેકોર્ડ માટે અમો વધુ વિગતવાર રજૂઆત કરી શકીશું.
૧. ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪ મુજબ રાજ્ય એટલે કે ભારત સરકારે ભારતના સંપૂર્ણ ક્ષેત્ર સમાન સિવિલ કોડ (યુ.સી.સી. ટુંકમાં) લાગુ કરવા માટે પ્રયત્ન કરવાની જોગવાઈ છે તેથી યુ.સી.સી. આખા ભારત દેશમાં લાગુ કરવી હોય તો કરી શકાય અને ફક્ત કોઈ એક રાજયમાં ન કરી શકાય. જેથી ફક્ત ગુજરાત રાજય માટે યુ.સી.સી. લાગુ કરવું ગેરબંધારણીય છે.
૨. ભારતના બંધારણની રચના અને ઘટન કરવાના ચર્ચા વિચારણામાં ડો. આંબેડકર સાહેબે મુસ્લિમસભ્યોને એવું આશ્વાસન આપેલ કે ભવિષ્યમાં ભારતના સંસદને અનુકુળ અને યોગ્ય લાગશે તો તેઓ યુ.સી.સી. લાગુ કરવા માટે કાયદો લાવશે અને તે કાયદો પણ મરજિયાત રહેશે અને ફરજિયાત રહેશે નહીં.
૩. ભારતના ૨૧માં લો-કમિશને ભારતના નાગરીકો પાસેથી તેમના મંતવ્ય મેળવ્યા બાદ રીપોર્ટ આપેલ છે કે આ તબક્કે ભારતમાં યુ.સી.સી. જરુરી અને ઈચ્છનીય નથી અને ત્યારબાદ, ૨૨માં લો કમિશને પણ યુ.સી.સી. ની જરૂરિયાત મુદ્દે લોકોના મંતવ્યો મેળવ્યા છે અને તે પરત્વે કોઈ રીપોર્ટ પ્રસિધ્ધ કરેલ નથી
૪. સાબિત થાય છે કે લો કમિશને પણ યુ.સી.સી.ની જરૂરિયાત વિષે કોઈ નિર્ણય લીધેલ નથી.
૫. કમિટિના ચેરમેન રંજના દેસાઈ સામે સખ વાંધો છે કારણકે તેમણે ઉત્તરાખંડમાં સમાન ધારા કમીટીનું નેતૃત્વ કરેલ અને જે રીતે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરેલ તે મુજબ ગુજરાતમાં પણ યેનકેન પ્રકારે લાગુ કરશે જ. એટલે તેમની સામે અમારી રજૂઆતનો કોઈ અર્થ નથી.
તેમછતાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) ઉત્તરાખંડ સરકારે યુ.સી.સી. જરૂરિયાત અને તેનુ ઘટન કરી લાગુ કરવા માટે નામદાર સુપ્રિમકોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રીમતી રંજના દેસાઈ અધ્યક્ષતામાં સમિતિનું ઘટન કરી તેની અમલવારી કરેલ છે.
૭. ત્યારબાદ હવે ગુજરાતની ભારત સરકારે પણ નામદાર સુપ્રિમકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી યુ.સી.સી.ની જરુરીયાત અને ઘટન કરવા કવાયત ચાલુ કરેલ છે.
८. આમઉપરોકત હકીકતના અનુસંધાને અમારી રજુઆત છે કે ગુજરાતના ભાજપ સરકારનીયુ.સી.સી. ની જરૂરિયાત અને ઘટન કરવા કવાયત ગેરબંધારણીય, દ્વેષ અને બદદાનત ભરેલી અને ફકત મુસ્લિમોને હેરાન સતાવવા કરવાના ઉદેશથી કરેલ છે.
૯. તે સિવાય પણ ગુજરાત રાજયમાં યુ.સી.સી. કે તેવા કાયદા લાવવાની જરૂરિયાત વિષે પણ કોઈ સર્વે કે તપાસ કરવામાં આવેલ નથી તેથી તે પણ લો કમિશનના રીપોર્ટ વિરુદ્ધ છે.
૧૦. વધુમાં આવી યુ.સી.સી. કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ અમો મુસ્લિમોને ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૮ અને ૨૯ ની જે સ્વતંત્રતતા આપવામાં આવેલ છે તે બંધારણીય હક્કોનું ઉલ્લધંન થાય છે. જેથી અમારી ભાર પૂર્વક અરજ છે કે સદર યુ.સી.સી. કાયદા માટેની કવાયત તાત્કાલિક રદ કરવી જોઈએ અને તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.
.