સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરવા આ કોણ પહોંચ્યું! જુઓ વીડિયો

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર નવ મહિના બાદ આજે ધરતી પર પાછા ફર્યા, ગયા વર્ષે જુન મહિનામાં આઠ દિવસના મિશન પર ગયેલાં એ બે અવકાશયાત્રીઓ તેમના મિશન દરમિયાન અનેક મહિના અવકાશમાં અટવાઈ ગયા હતા. નાસા, પરિવારજનો અને મિત્રો તેમને પરત ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ બધાં વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અવકાશયાત્રીઓના સ્વાગત માટે ખાસ મહેમાનો પહોંચી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 સુનિતા વિલિયમ્સ – નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થતી એક વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે નાસાની ટીમ બોટ સાથે અવકાશયાત્રીઓને વેલકમ કરવા માટે પહોંચી હતી, અને એ જ સમયે સમુદ્રમાં બીજા ખાસ મહેમાનોએ પણ તેમની ઘરવાપસીનો ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યો. આ ખાસ મહેમાનો બીજું કોઈ નહીં, પરંતુ ડોલ્ફિન્સ હતી

મળી રહેલી માહિતી મુજબ, જયારે સ્પેસએક્સની કેપ્સ્યુલ ફ્લોરિડાના તટ પર ઉતરી, ત્યારે ડોલ્ફિન્સના એક ગ્રુપે તે કેપ્સ્યુલને ઘેરી લીધો હતો. લાંબા સમય સુધી ડોલ્ફિન્સ કેપ્સ્યુલની આસપાસ ફરતી અને રમતી રહી હતી. આ દૃશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે ડોલ્ફિન્સ અવકાશયાત્રીઓને કંઈક કહેવા માંગે છે. નાસાની ટીમના સદસ્યો પણ આ અનોખા દ્રશ્યથી ચોંકી ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *