WTC ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે? ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબી મુકાબલો થશે

WTC Final- સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. WTC ફાઇનલમાં કાંગારૂ ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 3-1થી શ્રેણી જીતી હતી. ગત વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી WTC ટાઈટલ કબજે કર્યું હતું.

 

 

WTC Final – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ફરી એકવાર ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચ 11 થી 15 જૂન વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકા પણ આ સમયે શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમનું જોરદાર પ્રદર્શન જારી રહ્યું છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં 2 વિકેટે હરાવ્યું હતું. ટેમ્બા બાવુમાની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે.

 

આ પણ વાંચો-  ગુજરાતમાં પાટીદાર આંદોલન પર ઉદ્યોગપતિ કરશન પટેલે આપ્યું મોટું નિવેદન,આંદોલનકારીઓએ રાજકિય રોટલા શેક્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *