AMTSની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકશો,આ બે નંબર કરાયા જાહેર

AMTSની ફરિયાદ-   અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), જેને લોકો ‘લાલ બસ’ તરીકે ઓળખે છે, તેનો રોજ લાખો લોકો ઉપયોગ કરે છે. મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટે AMTSએ બે વોટ્સએપ નંબર 8511171941 અને 8511165179 જાહેર કર્યા છે. આ નંબર પર મુસાફરો ફોટા અને વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે. ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, ડ્રાઇવરનું ઉદ્ધત વર્તન, ગંદકી કે અન્ય ખામીઓ અંગે ફરિયાદ કરી શકાશે. તંત્ર ફરિયાદના આધારે તપાસ કરી જવાબદાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે. અગાઉ ટેલિફોનિક ફરિયાદની સુવિધા હતી, પરંતુ હવે વોટ્સએપથી તુરંત ફોટા-વીડિયો સાથે ફરિયાદ નોંધાવી શકાશે, જેથી સેવા અને સુરક્ષા સુધરે.
AMTSની ફરિયાદ-  આ ઉપરાંત, AMTSએ મહત્વનો નિર્ણય લઈને બસોને BRTS કોરિડોરમાં દોડાવવાનું શરૂ કર્યું છે. આનાથી બહારના રોડ પર મિક્સ ટ્રાફિકનું ભારણ ઘટશે. 25 એપ્રિલ, 2025થી પ્રાથમિક તબક્કે પૂર્વ-પશ્ચિમને જોડતા પાંચ રૂટ (ઓઢવ-ઘુમા, સારંગપુર-બોપલ, ઘુમા-નરોડા, ઇસ્કોન-વિવેકાનંદ નગર, ગોધાવી-હાટકેશ્વર) પર 49 બસો કોરિડોરમાં દોડશે. BRTS બસ સ્ટેન્ડ પરથી AMTS બસો ઉપલબ્ધ રહેશે, અને સિક્યોરિટી ગાર્ડ ટિકિટ ચેક કરીને મુસાફરોને બહાર જવા દેશે. આ પગલાંથી મુસાફરોને વધુ સારી અને સુરક્ષિત પરિવહન સેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *