દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ, એવી MSME એકમોને પણ નોંધણી આપવામાં આવે છે જેઓની પાસે જરૂરી ડોક્યુમેન્ટ (જેમ કે GST, ITR અને PAN કાર્ડ) ઉપલબ્ધ નથી.

MSME ઉદ્યોગ ક્ષેત્રે –    ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 32.52 લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. આમાં 20.89 લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, 84 હજારથી વધુ લઘુ ઉદ્યોગો અને 8,700થી વધુ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.વિશેષ વાત એ છે કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2023-24 અને 2024-25 ના નવેમ્બર સુધીમાં MSME એકમોને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. 2,089 કરોડની સહાય આપવામાં આવી છે. આ રકમ અમલમાં આવેલી ઔદ્યોગિક નીતિ અને આત્મનિર્ભર યોજનાના ભાગ રૂપે ચૂકવવામાં આવી છે.

આ પગલાંઓએ રાજ્યમાં ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે, જેના પરિણામે ગુજરાતના આર્થિક વિકાસની દિશામાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ પણ વાંંચો –  ગુજરાતમાં નકલીની મોસમ પૂરબહારમાં, રાધિકા જ્વેલર્સ પર રેડ પાડતા નકલી EDના અધિકારી ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *