રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વર્ષ 2025માં ગુજરાત પોલીસ દળના વર્ગ-3માં 14,820 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી.

રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરી હતી.  હર્ષ સંઘવીે જણાવ્યું કે, હાલ ચાલતી 12,472 જગ્યાઓની ભર્તી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગૃહ વિભાગ 2025માં નવા પદો માટે ભરતી કરશે. આ નવા પદોમાં 129 હથિયારી પીએસઆઈ, 126 વાયરલેસ પીએસઆઈ, 35 એમટી પીએસઆઈ, 551 ટેકનિકલ ઓપરેટર, અને 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1 સહિતની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે.

આ સિવાય, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-2), 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક (ગ્રેડ-2), 7,218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,214 એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ (પુરુષ) અને 31 જેલ સિપાઈ (મહિલા) જેવી વિવિધ જગ્યાઓ માટે પણ ભર્તી કરવામાં આવશે.વર્ષ 2025માં પોલીસ ખાતાની કચેરીઓ માટે 45 સીનીયર ક્લાર્ક અને 200 જુનીયર ક્લાર્કની કુલ 245 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી થથે.હાલમાં, યુવાનો પીએસઆઈ અને લોકરક્ષક દળની નજીકમાં આવનારી ભર્તીઓ માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં શારીરિક કસોટીમાં સફળતાપૂર્વક પસાર થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા યોજવામાં આવશે.

 

આ પણ વાંચો –  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1.12 લાખ રૂપિયાની નોકરી માટે અમૂલ્ય તક,જાણો સમગ્ર વિગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *