ખેડા બ્રેકિંગ: KDCC બેંકની છિપડી બ્રાન્ચના મેનેજર કેબિનમાં દારૂ પીતા ઝડપાયા

 

Kheda Bank Manager Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી એક અત્યન્ટ શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કઠલાલના છિપડી ગામમાં આવેલી ‘ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક’ (KDCC Bank) ની શાખામાં ખુદ બેંક મેનેજર જ પોતાની સત્તાવાર કેબિનમાં બેસીને બેખોફ દારૂ પીતા રંગેહાથ પકડાઈ ગયા છે. જાહેર જનતાની અવરજવર વાળી સરકારી સંસ્થામાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Kheda Bank Manager Liquor સરપ્રાઇઝ વિઝિટમાં ખૂલી ગઈ પોલ

મળતી માહિતી મુજબ, બેંકની શાખામાં અચાનક કરવામાં આવેલી સરપ્રાઇઝ વિઝિટ (આકસ્મિક તપાસ) દરમિયાન આ આખા ભોપાળાનો પર્દાફાશ થયો હતો. છિપડી KDCC બેંક શાખાના મેનેજર હર્ષવર્ધન ધીરુભાઈ પટેલ (રહે. કપડવંજ) કોઈ પણ પ્રકારના ડર વગર પોતાની જ ઓફિસની મેનેજર ચેમ્બરમાં બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ગ્રાહકોની થાપણો સાચવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જવાબદાર અધિકારીને જ ઓફિસમાં જ નશાની હાલતમાં જોઈને તપાસ કરનારાઓ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

૧૧૨ પર કોલ થતાં પોલીસ કાફલો દોડ્યો

બેંક કચેરીની અંદર મેનેજરના આ કાળા કારનામાની તાત્કાલિક ૧૧૨ પોલીસ વાનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ કઠલાલ પોલીસનો કાફલો તાબડતોબ બેંક ઓફિસ ખાતે દોડી આવ્યો હતો. પોલીસ જ્યારે ચેમ્બરમાં પ્રવેશી ત્યારે મેનેજર હર્ષવર્ધન પટેલ વગર પાસ-પરમિટ દારૂ પીધેલી હાલતમાં લવરી કરી રહ્યા હતા અને લથડિયા ખાઈ રહ્યા હતા. પોલીસે નશામાં ધૂત મેનેજરની અટકાયત કરીને કાયદેસરની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશને લાવવાની તજવીજ હાથ ધરી હતી.

પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ

કઠલાલ પોલીસે ઓફિસ સમય દરમિયાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા મેનેજર હર્ષવર્ધન ધીરુભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી કાયદા) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સહકારી બેંકના ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા પણ મેનેજર વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરીને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં લેવાની કવાયત તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *