Gujarat IAS Transfer : રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે બહેતર સંકલન સાધવાના ઉદ્દેશ્ય સાથે ચાર આઈએએસ (IAS) અધિકારીઓની નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના સત્તાવાર જાહેરનામા અનુસાર, આ ફેરફારોને તાત્કાલિક અસરથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Gujarat IAS Transfer : બી.એ. શાહ બન્યા જમીન સુધારણા કમિશનર
આ બદલીઓમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર જમીન દફતર વિભાગમાં કરવામાં આવ્યો છે.
નવી જવાબદારી: સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક તરીકે ફરજ બજાવતા બી.એ. શાહ (IAS) ની બદલી કરીને તેમને હવે કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ (જમીન સુધારણા કમિશનર) અને એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધારોનો ચાર્જ: તેમની બદલી બાદ ખાલી પડેલી સેટલમેન્ટ કમિશનરની જગ્યાનો વધારાનો હવાલો સામાન્ય વહીવટ વિભાગના સચિવ આર્દ્રા અગ્રવાલ (IAS) ને સોંપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે 4 સિનિયર IAS અધિકારીઓની તાત્કાલિક બદલી કરી
બી.એ. શાહની કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ્સ તરીકે નિયુક્તિ કરાઈ
આર્દ્રા અગ્રવાલને સેટલમેન્ટ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપાયો
રતનકંવરને ન્યુટ્રિશન મિશનની જવાબદારી અપાઈ#IASTransfer #GujaratGovernment #GUJARAT #IASOfficers
— Gujarat samay (@gujaratsamaya) May 18, 2026
આરોગ્ય અને સ્ટેટ ટેક્સ વિભાગમાં એડિશનલ ચાર્જ
વહીવટી ગતિ લાવવા માટે અન્ય બે વરિષ્ઠ અધિકારીઓને પણ તેમના વર્તમાન પદની સાથે વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે:
હેલ્થ મિશન: કમિશનર ઓફ હેલ્થ (ગ્રામીણ) તરીકે કાર્યરત રતનકંવર ગઢવીચારણ (IAS) ને આગામી આદેશો સુધી કમિશનર ઓફ ન્યુટ્રિશન મિશન નો વધારાનો ચાર્જ સોંપાયો છે.
સ્ટેટ ટેક્સ: આ ઉપરાંત, અરવિંદ વી. (IAS) ને એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમને પ્રશાંત જીલોવાને આ જવાબદારીમાંથી મુક્ત કરીને આ નવો ચાર્જ અપાયો છે.
ફરિયાદ નિવારણ સત્તામંડળમાં નવી નિયુક્તિ
આ વહીવટી ફેરફારો અંતર્ગત વધુ એક મહત્વના ઓર્ડરમાં, તુષારકુમાર ભટ્ટ (IAS) ની સેવાઓ નર્મદા, જળ સંપત્તિ, જલાપૂર્તિ અને કલ્પસર વિભાગ હસ્તકના ગ્રિવન્સ રિડ્રેસલ ઓથોરિટી (ફરિયાદ નિવારણ સત્તામંડળ – GRA) માં કમિશનર તરીકે સોંપવામાં આવી છે. સચિવ કક્ષાના આ તમામ ફેરફારોથી રાજ્યના મહેસૂલ, આરોગ્ય અને નાણાકીય વિભાગોની કામગીરી વધુ ઝડપી બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.

