રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. દહેગામના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 9 થી 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.જેમાં આઠ લોકોના મોત થયાં છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં કુલ 15 લોકોનાં મોત થઇ ગઇ છે.
ગણેશ વિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિકો અને ફાયર જવાનો દ્વારા 8 યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહિયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આઠ લોકોની લાશ મળી આવી હતી. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાય એ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો છે. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે.
રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. દહેગામના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 9 થી 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.જેમાં આઠ લોકોના મોત થયાં છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં કુલ 15 લોકોનાં મોત થઇ ગઇ છે.
આ પણ વાંચો – ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો