શોએબ મલિક પર ફિક્સિંગના લાગ્યા ગંભીર આરોપો, 19 વર્ષ પહેલા કરી હતી મેચ ફિક્સિંગ!

પીઢ ખેલાડી બાસિત અલીએ શોએબ મલિક પર મેચ ફિક્સિંગના ગંભીર આરોપ લગાવતા પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર શરમજનક બની ગયું છે. વર્ષો પહેલા મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને સલમાન બટ્ટ પર લાગેલા ફિક્સિંગના આરોપોની યાદ ફરી એકવાર તાજી થઈ ગઈ છે. વાસ્તવમાં, બાસિત અલીએ તેની યુટ્યુબ ચેનલ પર શોએબ પર આરોપ લગાવ્યો છે કે તેણે જાણી જોઈને તેની ટીમને હરાવી હતી.

વાસ્તવમાં, બાસિત અલીએ ફરી એકવાર 2005માં આયોજિત નેશનલ ટી20 કપનો મુદ્દો ઉઠાવ્યો છે. સુપ્રસિદ્ધ પાકિસ્તાની ખેલાડીએ તે ટૂર્નામેન્ટમાં સિયાલકોટ સ્ટેલિયન્સ વિ કરાચી ઝેબ્રાસ મેચને યાદ કરી, જેમાં સ્ટેલિયન્સને છેલ્લી 4 ઓવરમાં માત્ર 25 રન બનાવવાના હતા. સ્ટેલિયન્સનો કેપ્ટન શોએબ મલિક અડધી સદી ફટકાર્યા બાદ ક્રિઝ પર હતો અને તેની ટીમ જીતની ઉંબરે ઉભી હતી. મલિક 53 બોલમાં 88 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો, છતાં તેની ટીમ 4 રનથી મેચ હારી ગઈ હતી. જેના કારણે સ્ટેલિયન્સ અને મલિકની ઇનિંગ પર સવાલો ઉઠી રહ્યા હતા.

જો કે મેચ બાદ એક ઈન્ટરવ્યુમાં શોએબ મલિકે પોતાની ઈનિંગનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો માટે તેની વાત પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો હતો. બાદમાં મલિકને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બાસિત અલી અહીં જ અટક્યો ન હતો કારણ કે તેણે ચેમ્પિયન્સ ODI કપ 2024માં મલિકને સ્ટેલિયન્સના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર પણ નિશાન સાધ્યું હતું.

પાકિસ્તાન અને ફિક્સિંગ વચ્ચે જૂનો સંબંધ
પાકિસ્તાની ટીમના ખેલાડીઓ મેચ ફિક્સિંગ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. મોહમ્મદ આસિફ, સલમાન બટ્ટ અને મોહમ્મદ આમિરના સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલે સૌથી વધુ હેડલાઇન્સ બનાવી હતી. તેમના સિવાય મોહમ્મદ ઈરફાન, ખાલિદ લતીફ અને આકિબ જાવેદ સહિત ઘણા પાકિસ્તાની ખેલાડીઓના નામ મેચ ફિક્સિંગના મામલામાં જોડાયેલા છે.

આ પણ વાંચો – આ કંપની બનાવે છે માનવીના પેશાબમાંથી બિયર, માર્કેટમાં ધૂમ વેચાણ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *