10 Years Of MUDRA: દેશભરમાં નાના અને માઇક્રો ઉદ્યોગોને સહારો આપતી ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ને આજ દિવસે પૂર્ણ થયા દસ વર્ષ. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાથી લાભાન્વિત થયેલા અનેક યુવા ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભાવનગરના યુવા યુદ્ધસાહસિક સાથે પણ ખાસ વાતચીત કરી અને તેની સફળતાની પ્રેરણાદાયી યાત્રા સાંભળી.
માત્ર 21 વર્ષની ઉંમરે શરૂ કર્યો પોતાનો ઉદ્યોગ
PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ ભાવનગરના યુવા સાથે સંવાદ કરી રહ્યા છે. આ યુવાન મેકેટ્રોનિક્સ એન્જિનિયરિંગના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે, જેણે ‘મુદ્રા યોજના’ના કિશોર કેટેગરી હેઠળ ₹2 લાખની લોન મેળવી પોતાની વ્યવસાયિક સફર શરૂ કરી હતી. તેણે ‘આદિત્ય લેબ’ નામે વ્યવસાય શરૂ કર્યો છે, જે 3D પ્રિન્ટિંગ, રોબોટિક્સ અને રિવર્સ એન્જિનિયરિંગ જેવી ટેકનોલોજી પર આધારિત સેવાઓ આપે છે. આજના દિવસે તેનું ઉદ્યોગ દર મહિને ₹30-35 હજારની આવક આપે છે.
પરીશ્રમ અને પરિવારનો સહયોગ
અભ્યાસ સાથે વ્યવસાયને એકસાથે સંભાળતો આ યુવાન, સપ્તાહ દરમિયાન કોલેજમાં અભ્યાસ કરે છે અને રજાના દિવસે પોતાના ઉદ્યોગમાં આખો દિવસ રોકાય છે. એ દરમિયાન તેના માતા-પિતા ઉદ્યોગના દૈનિક કામકાજ સંભાળે છે. વડાપ્રધાન મોદીએ યુવકની સમર્પિતતા અને માતાપિતાના સહકારની પણ પ્રશંસા કરી.
PM મોદીની દેશભરમાંથી યુવાનોને અપીલ
વડાપ્રધાને કહ્યું કે, મુદ્રા યોજના જેવી પહેલોથી દેશના નાના ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે, રોજગારો ઊપજાવી રહ્યા છે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમણે દેશના યુવાનોને આ યોજના દ્વારા આવકાર્ય સહાય મેળવવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવાની અપીલ કરી.
મુદ્રા યોજનાનો સારાંશ
મુદ્રા યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને ટ્રેડિંગ જેવા ઉદ્યોગો માટે ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. લોન શિશુ, કિશોર અને તરુણ – આ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. આ યોજના દ્વારા હવે સુધી કરોડો લોકોને નાણાકીય સહાય મળી છે અને ઘણા નાનાં ઉદ્યોગો આગળ વધ્યા છે.
લોન માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના હેઠળ લોન મેળવવા માટે નિકટની કોઈપણ બેન્કમાં સંપર્ક કરી શકાય છે અથવા mudra.org.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે. યોગ્ય દસ્તાવેજ અને માહિતી આપી અરજી કર્યા પછી લોન સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
યોજનાના લાભો
માઇક્રો ઉદ્યોગો માટે સરળ લોન
કોઈ ગીરવી જરૂર નહિ
સરળ EMI યોજના
રોજગારી સર્જન માટે સહાય