gujarat traffic police recruitment: ગુજરાતમાં 1315 ટ્રાફિક-પોલીસની કરાશે ભરતી!

gujarat traffic police recruitment: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી. શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે જણાવ્યું કે, રાજ્યના ટ્રાફિક વિભાગને 1,315 કર્મચારીઓની જરૂર છે, જેમાંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલની ફાળવણી થશે. આ જગ્યાઓ માટે આગામી સમયમાં સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે.

gujarat traffic police recruitment: ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતાનો અભાવ હોવાનું નોંધ્યું. કોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો અને નવેમ્બર 2025માં વધુ સુનાવણી નિશ્ચિત કરી. છેલ્લા 15 વર્ષથી પોલીસ ભરતી માટે તૃતીય પક્ષ નિષ્ણાતોની સલાહ લેવામાં આવે છે, અને હાલ 11,000 પોલીસ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.

સરકારે સ્પષ્ટ કર્યું કે, ટ્રાફિક પોલીસની જગ્યાઓ બિનહથિયારી પોલીસમાંથી ભરવામાં આવે છે. સીધી ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ માટે અલગ કેડર નથી, કારણ કે તેનાથી પ્રમોશન જેવા મુદ્દાઓ ઉભા થાય છે. આથી, પોલીસ કર્મચારીઓને રોટેશન દ્વારા ટ્રાફિક વિભાગમાં તૈનાત કરવામાં આવે છે. હાઇકોર્ટે ટકોર કરી કે, પોલીસ ભરતી બોર્ડે રોટેશન નીતિ અંગે નિર્ણય લેવો જોઈએ, જેથી કર્મચારીઓ લાંબો સમય ટ્રાફિક વિભાગમાં ન રહે.

ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને ભવિષ્યનું આયોજનકોર્ટે રાજ્યમાં ટ્રાફિક પોલીસની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોનું વિશ્લેષણ જરૂરી ગણાવ્યું. આ માટે ગૃહ વિભાગને વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ ભરતીથી રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને અકસ્માતોમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે.

 

આ પણ વાંચો:  Cryptocurrency racket ના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કરાઇ કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *