કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ પણ સ્થળે પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

કડી દુર્ઘટનામાં મજૂર રમિલા મોહનભાઈ વસોયાએ જણાવ્યું કે, 10 લોકો દટાયા હતા, જેમાંથી એક તેમના છોકરા વિનોદ પર પડ્યો, બાકીના 9 લોકો અંદર દટાઈ ગયા હતા. ઘટના એ સમયે બની જ્યારે મજૂરો દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા.ભેખડ ધસી પડતાં જે દસ જેટલા લોકો દટાયા હતા, તેમાંથી એક યુવાનને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. આ યુવાને જણાવ્યું કે, અમે લોકો ચળતર કરતાં હતા. તે સમયે ભેખડ ધસી પડી અને બધા દટાઇ ગયા. 9 લોકો દટાયા છે અને હું બહાર આવી ગયો. મારી કપાળ સુધી માટી આવી ગઇ હતી. બહાર રહેલા લોકો દોડીને આવી ગયા હતા અને મને બહાર કાઢ્યો હતો. બાકીના 9 લોકો અંદર દટાયા છે. સાથે જ તેણે કહ્યું કે, અમે 10 લોકો હતા. હું બહાર આવી ગયો અને 9 લોકો દટાઇ ગયા.

આ પણ વાંચો – ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *