ગુજરાતના 172 તાલુકામાં વરસાદની મહેર, સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

વરસાદની મહેર

વરસાદની મહેર:  રાજ્યમાં ચોમાસાની ઋતુનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. મેઘરાજાની શાહી સવારી અને તોફાની બેટિંગ અનેક જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

( વરસાદની મહેર)

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો –આ એન્જિનિયરે તો ભ્રષ્ટાચારની કરી હદ ! 85 પ્લોટ, સોનાના બિસ્કિટ, લાખોની કેશ ઝડપાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *