ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડેમાં ટાઇ પડી છંતા સુપર ઓવર કેમ ન રમાઇ,જાણો કારણ

ભારત-શ્રીલંકા

ભારત -શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ અનિર્ણિત રહી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 230 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ ટાઈ રહી હતી પરંતુ ટી20 મેચની જેમ આ મેચમાં કોઈ સુપર ઓવર થઈ નથી. આઈસીસીના નિયમોના કારણે આ મેચનું પરિણામ નક્કી થઈ શક્યું નથી.

20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા મેદાનમાં પરત ફર્યો હતો. વનડે શ્રેણીની પ્રથમ મેચમાં તેણે શ્રીલંકા સામે શાનદાર અડધી સદી ફટકારી હતી પરંતુ તે મેચ જીતી શક્યો નહોતો. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ટોસ જીત્યા બાદ શ્રીલંકાના કેપ્ટને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 8 વિકેટે 230 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમ આ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ અનિર્ણિત રહી અને વિજેતાનો નિર્ણય શ્રેણીની બાકીની બે મેચો દ્વારા કરવામાં આવશે.

સુપર ઓવર કરવામાં આવી ન હતી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ પણ ટાઈ રહી હતી. આ મેચમાં સુપર ઓવર કરવામાં આવી હતી જેમાં ભારતીય ટીમ આસાનીથી જીતી ગઈ હતી. વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી પરંતુ આઈસીસીના નિયમોને કારણે આ મેચમાં સુપર ઓવરનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

શું છે ICCનો નિયમ?

ICCના નિયમો અનુસાર તમામ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સુપર ઓવરની જોગવાઈ છે. જો મેચ ટાઈ થાય છે, તો મેચ સુપર ઓવરમાં જાય છે અને તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે. જ્યારે ODIમાં ICCના નિયમો અલગ છે. આ ફોર્મેટ માટે સુપર ઓવરની કોઈ જોગવાઈ નથી. ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં સુપર ઓવર દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવે છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ 2019 ODI વર્લ્ડ કપમાં મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર કરવામાં આવી હતી. સુપર ઓવર પણ ટાઈ થઈ હતી અને સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધારે વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

આ પણ વાંચો-ભારત-શ્રીલંકાની પ્રથમ વન-ડેમાં ટાઇ, અસલંકાએ બે બોલમાં બે વિકેટ લેતા બાજી પલટાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *