ojas Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેવી વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે.
ojas Bharti 2025: આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે માટે અરજીઓ GSSSB ની OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) પર કરવી રહેશે. દરેક પોસ્ટ માટે અલગ-અલગ અરજીની તારીખો નક્કી કરવામાં આવી છે. આશીર્વાદરૂપ આ ભરતી અભિયાન ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે નવી તકો લઈને આવ્યું છે.
પોસ્ટની વિગતો મુજબ:
-
આસીસ્ટન્ટ (લેબ), માઈન્સ સુપરવાઈઝર અને સ્ટેટીસ્ટીકલ આસિસ્ટન્ટ માટે અરજી 19 જૂનથી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 26 જૂન છે.
-
જ્યારે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે અરજી કરવાની શરૂઆત 1 જુલાઈથી થશે અને છેલ્લી તારીખ 15 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત વિશે દરેક પોસ્ટ માટે અલગ લાયકાતો માગવામાં આવી છે. વધુમાં વધુ યોગ્યતા, પગાર ધોરણ અને અન્ય માહિતી માટે ઉમેદવારોએ GSSSB ની અધિકૃત વેબસાઈટ અથવા OJAS પોર્ટલની મુલાકાત લેવી જરૂરી છે.
આ ખાસ ભરતી ઝૂંબેશ રાજ્યના દિવ્યાંગ નાગરિકોને સશક્ત બનાવવા અને તેમને યોગ્ય સરકારી સ્થાનો પર નોકરી માટે તક આપવા માટે ઉત્તમ પહેલ છે. જે પણ ઉમેદવાર આ જગ્યો માટે લાયક હોય, તેમણે સમયસર અરજી કરવાની ખાતરી રાખવી.
આ પણ વાંચો- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!