સુંદર પિચાઈનું ભારતને મોટી ગિફ્ટ: વિશાખાપટ્ટનમમાં સ્થપાશે દેશનું પહેલું AI હબ

AI હબ

AI હબ : ગૂગલના CEO સુંદર પિચાઈ હાલમાં ભારતની મુલાકાતે છે અને તેમણે દેશના ટેકનોલોજી ક્ષેત્રે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ગૂગલ અને ડીપમાઈન્ડના CEO ડેમિસ હસાબીસે જણાવ્યું છે કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં આશરે $15 બિલિયન (અંદાજે ₹1.25 લાખ કરોડ) નું જંગી રોકાણ કરશે. આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે.

વિશાખાપટ્ટનમમાં મેગા AI હબ  ડેટા સેન્ટર

આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો હિસ્સો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ માં બનનારું મેગા AI ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર માત્ર એક ઈમારત નહીં હોય, પરંતુ AI મોડેલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને હાઈ-પાવર કોમ્પ્યુટિંગનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને પડોશી દેશોને AI ની શક્તિ અને સેવાઓ પ્રાપ્ત થશે.

AI હબ : સમુદ્રની અંદર ઇન્ટરનેટ કેબલ બિછાવશે

AI ની ઝડપ વધારવા માટે ગૂગલ ભારતને સીધું દુનિયા સાથે જોડવા માટે નવા અંડરસી ઇન્ટરનેટ કેબલ બિછાવી રહ્યું છે. આ કેબલ ભારતને સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સીધું જોડશે, જેનાથી ઇન્ટરનેટની ગતિ વધશે અને ડેટા લેન્સી ઘટશે.

10 કરોડથી વધુ લોકોને AI ટ્રેનિંગ

ગૂગલ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ માનવ સંસાધન પર પણ ભાર મૂકી રહ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ભારતભરમાં 10 કરોડ (100 મિલિયન) થી વધુ લોકોને AI ની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ મોટા શહેરો ઉપરાંત નાના ગામડાઓ અને કસબાઓ સુધી પણ પહોંચાડવામાં આવશે.

મુખ્ય હાઈલાઈટ્સ:

નવી રોજગારી: આ રોકાણથી દેશમાં હજારો નવી ટેક નોકરીઓ અને સ્કિલિંગની તકો ઉભી થશે.

ગ્રીન એનર્જી: ડેટા સેન્ટરને ચલાવવા માટે ક્લીન એનર્જી પ્લાન્ટ્સ બનાવવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.

સરકારી સેવાઓમાં AI: ગૂગલ સરકાર સાથે મળીને સરકારી સિસ્ટમમાં AI ટૂલ્સ જોડશે, જેનો લાભ લાખો સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મળશે.

સ્ટાર્ટઅપ્સને વેગ: ભારતીય સ્ટાર્ટઅપ્સને હવે વિદેશી સર્વર પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક સ્તરે જ હાઈ-પાવર કોમ્પ્યુટિંગ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *