કોણ છે Esmail Qaani ? ખામેનીની હત્યા કરવામાં ભજવી મુખ્ય ભૂમિકા!

Esmail Qaani

Esmail Qaani ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખૌમેનીની હત્યા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે એક નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે – ઈસ્માઈલ કાની. ઈરાનની કુદ્સ ફોર્સના આ કમાન્ડરને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. શું તે એક કુશળ કમાન્ડર છે કે પછી કોઈ ડબલ એજન્ટ? તેના જીવિત હોવા અને હુમલાઓમાંથી બચી જવાની વાર્તાઓએ દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓને મુંઝવણમાં મૂકી દીધી છે.

Esmail Qaani મૃત્યુની અફવાઓ અને વાપસીનું રહસ્ય

છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર એવા અહેવાલો આવ્યા કે ઈસ્માઈલ કાની ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા છે. પરંતુ, દરેક વખતે તે અચાનક પ્રગટ થઈને દુનિયાને ચોંકાવી દે છે. કાસિમ સુલેમાની જેટલા તે જાણીતા નથી, પરંતુ પડદા પાછળ રહીને રણનીતિ ઘડવામાં તેઓ માહિર ગણાય છે. ખૌમેનીની હત્યા બાદ તે ક્યાં છે, તે અંગે ઈરાની સરકાર પણ મૌન છે.

 

 

શું કાની જાસૂસ છે?

સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે ઈરાની ગુપ્તચર વિભાગ કાનીની જાસૂસીના આરોપમાં પૂછપરછ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલને ઈરાનના ટોચના નેતાઓની ચોક્કસ લોકેશનની માહિતી કાનીના નજીકના લોકો પાસેથી મળી રહી છે. જો આ વાતમાં સત્યતા હશે, તો તે ઈરાન માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંતરિક ફટકો હશે.

પશ્ચિમ એશિયામાં આગળ શું?

ખૌમેનીની વિદાય બાદ ઈરાન અત્યારે નેતૃત્વના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જો ઈસ્માઈલ કાની જેવો શક્તિશાળી કમાન્ડર શંકાના દાયરામાં હોય, તો ઈરાનની સૈન્ય તાકાત અને તેના પ્રોક્સી ગ્રુપ્સ નબળા પડી શકે છે. આગામી દિવસોમાં કાની વિશેની સત્યતા સામે આવે તેના પર અમેરિકા અને ઈઝરાયેલની પણ નજર છે.

સમાચારનો ટુંકાસાર

કોણ છે: કાસિમ સુલેમાનીના નિધન બાદ કુદ્સ ફોર્સના વડા બનેલા ઈસ્માઈલ કાની.

ચર્ચાનું કારણ: અનેક જીવલેણ હુમલાઓ છતાં તે કેવી રીતે બચી જાય છે તે એક મોટું રહસ્ય છે.

તાજેતરનો વળાંક: આયાતોલ્લા ખૌમેનીની હત્યા બાદ કાનીના ઠેકાણા અને તેની ભૂમિકા વિશે શંકાઓ વધી છે.

આરોપ: શું તે મોસાદ માટે જાસૂસી કરે છે? આવા પ્રશ્નો ઈરાની સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે.

 

આ પણ વાંચો: અમેરિકી સબમરીને ઈરાનનું યુદ્ધજહાજ IRIS Dena ડૂબાડ્યું, 90 સૈનિકોના મોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *